For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેનાને 'ક્ષેત્રીય યુદ્ધ' જીતવાની તૈયારી રાખવી જોઇએ: શી ચિનપિંગ

|
Google Oneindia Gujarati News

jinping
બેઇજીંગ, 23 સપ્ટેમ્બર: ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગે જણાવ્યું કે પીપલ્સ લિબરેશન આર્મીને 'ક્ષેત્રીય યુદ્ધ' જીતવાની તૈયારી રાખવી જોઇએ અને એ સુનિશ્ચિત કરવું જોઇએ કે કેન્દ્રીય નેતૃત્વના તમામ નિર્ણયનો સખતતાથી પાલન થાય.

સેન્ટ્રલ મિલિટ્રી કમીશન (સીએમસી)ના અધ્યક્ષ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના મહાસચિવ શીએ જણાવ્યું, પીએલએ બળ મુખ્યાલયના કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના પ્રત્યે પૂર્ણ નિષ્ઠા અને તેમાં સુદ્રઢ વિશ્વાસ હોવું જોઇએ. આ સુનિશ્ચિત કરવું જોઇએ કે કેન્દ્રીય નેતૃત્વના તમામ નિર્ણયો સંપૂર્ણ રીતે કાર્યાન્વયન થાય.

સરકારી સંવાદ સમિતિ શિન્હુઆએ છેલ્લા અઠવાડીએ ભારતની ત્રણ દિવસીય યાત્રાથી પરત આવેલા શીના હવાલાથી જણાવ્યું કે પીપલ્સ લિબરેશન આર્મી બળ મુખ્યાલયને પોતાની યુદ્ધક તૈયારીમાં સુધાર કરવો જોઇએ અને સૂચના અને પ્રૌદ્યોગિકીના દૌરમાં ક્ષેત્રીય યુદ્ધ જીતવાની પોતાની ક્ષમતામાં વધારો કરવો જોઇએ.

શીએ 'ક્ષેત્રીય યુદ્ધ' જીતવાને લઇને જોકે પહેલીવાર એવું નિવેદન આવ્યું છે કે, પરંતુ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય ક્ષેત્રમાં ચીન દ્વારા વારંવાર કરવામાં આવી રહેલી ઘુસણખોરીને ધ્યાનમાં રાખતા તેમનું આ નિવેદન ખૂબ જ મહત્વ ધરાવે છે.

અધિકારિક નિવેદન અનુસાર, તમામ પીએલએ દળોને રાષ્ટ્રપતિ શીના નિર્દેશોનું પાલન કરવું જોઇએ અને સીએમસી દ્વારા નક્કી કરવામાં આવેલ લક્ષ્યો અને મિશનને પ્રાપ્ત કરવાના હેતુ પોતાના અભિયાનોમાં સુધાર કરવો જોઇએ.

જોકે હજી સુધી આ સ્પષ્ટ નથી થઇ શક્યું કે પુર્ણ નિષ્ઠા અને કમાનને સારી રીતે ક્રિયાન્વિત કરવાના આદેશોના પાલન પર આટલો ભાર કેમ આપવામાં આવી રહ્યો છે.

ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગ તરફથી આ નિર્દેશો એવા સમયે આવ્યા છે જ્યારે લદ્દાખ વિસ્તારના ચુમાર વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પીએલએ અને ભારતીય સેનાની વચ્ચે ગતિરોધ ચાલી રહ્યો છે. આ ગતિરોધમાં સોમવારે એક નવો વળાંક આવ્યો જ્યારે પીએલએએ ભારતીય સીમાની તરફ પોતાના સાત તંબૂ લગાવ્યા.

English summary
Xi Jinping tells People’s Liberation Army to be ready to win regional war.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X