Yahya Sinwar News : હમાસે ચીફ યાહ્યા સિનવારના મોતની પૃષ્ઠી કરી, જાણો કોણ છે નવો ચીફ?
Yahya Sinwar Killed : ઇઝરાયેલે તેના સૌથી મોટા દુશ્મન યાહ્યા સિનવારને ઠાર કર્યો છે. ઇઝરાયેલના દાવા બાદ હમાસે પણ આ વાતની પૃષ્ઠિ કરી છે.
17 ઓક્ટોબરે ઇઝરાયેલે હમાસ ચીફ યાહ્યા સિનવારને ઠાર કર્યો હોવાનો દાવો કર્યો હતો. હવે આ દાવાને હમાસે સાચો હોવાની પૃષ્ટિ કરી છે.

યાહ્યા સિનવરની હત્યા બાદ હમાસની કમાન નવા નેતાને સોંપવામાં આવી છે. હમાસે ખલીલ હૈયાને નવા ચીફની જવાબદારી સોંપી છે.
હાલમાં જ હમાસના ઘણા મોટા નેતાઓ માર્યા ગયા છે. હમાસે ખલીલ અલ-હૈયાને તેના નેતા તરીકે પસંદ કર્યા છે અને તે હાલ કતરમાં રહે છે. 2007માં ગાઝામાં ઈઝરાયેલી હવાઈ હુમલા દરમિયાન તેનો આખો પરિવાર માર્યો ગયો હતો.
જણાવી દઈએ કે, આ વર્ષે એપ્રિલમાં યુદ્ધવિરામ વાટાઘાટો વચ્ચે અલ-હૈયાએ ઇઝરાયેલ સાથે પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે યુદ્ધવિરામ માટે સંમતી દર્શાવી હતી.
એસોસિએટેડ પ્રેસ અનુસાર, તેણે કહ્યું હતું કે જો સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના કરવામાં આવશે તો હમાસ તેના હથિયારો નીચે મૂકશે અને રાજકીય પક્ષમાં ફેરવાઈ જશે.
રોઇટર્સ અનુસાર, અલ-હૈયા પર હનીયેહ અને સિનવાર બંનેને વિશ્વાસ હતો, તેણે હમાસની વાટાઘાટ ટીમનું નેતૃત્વ કર્યું હતું અને ઈરાન સાથે તે મજબૂત સંબંધો ધરાવે છે.
હમાસે તેના ટોચના નેતા યાહ્યા સિનવારના મોતની પુષ્ટિ કરતા કહ્યું કે, આ અમને વધુ મજબૂત બનાવશે. અલ-હૈયાએ તેના જૂથના નેતા યાહ્યા સિનવારના મૃત્યુની પુષ્ટિ કરી છે.
અલ-હૈયાએ એક નિવેદનમાં કહ્યું કે, જ્યાં સુધી ઘેરાયેલા પેલેસ્ટિનિયન એન્ક્લેવ પર હુમલો બંધ ન થાય અને ઇઝરાયલી દળો પીછેહઠ ન કરે ત્યાં સુધી તેઓ ઇઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલામાં પકડાયેલા ઇઝરાયલી બંધકોને છોડશે નહીં.
તેણે કહ્યું કે, જ્યાં સુધી ગાઝા પરનો હુમલો સમાપ્ત ન થાય અને ગાઝામાંથી સેના પાછી ખેંચી લેવામાં ન આવે ત્યાં સુધી તે કેદીઓને પરત નહીં કરે.












Click it and Unblock the Notifications
