Indian ડ્રાઈવિંગ લાઈસેંસથી તમે વિદેશના આ દેશોમાં કરી શકો છે ડ્રાઈવ, લિસ્ટમાં અમેરિકા પણ છે સામેલ
ભારતીય લોકોને વિદેશ પ્રવાસ કરવાની તીવ્ર ઇચ્છા હોય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો રોજગાર, અભ્યાસ તેમજ પર્યટન માટે વિદેશ જાય છે. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો અને ત્યાં ડ્રાઈવિંગ કરવા માંગો છો, તો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે.
ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે, લોકો યુએસએ, મલેશિયા, કેનેડા, જર્મની, સ્પેન, ઓસ્ટ્રેલિયા, યુકે, ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા, સ્વીડન, સિંગાપોર વગેરે દેશોમાં વાહન ચલાવી શકે છે. પરંતુ આ દેશોમાં, લોકો ભારતીય DL સાથે ચોક્કસ સમય માટે જ વાહન ચલાવી શકે છે. આ સિવાય તેમાં ઘણા નિયમો અને શરતો છે.

ભારતીયો DL પર આટલા લાંબા સમય સુધી વાહન ચલાવી શકે છે:
- અમેરિકા - 1 વર્ષ
- મલેશિયા - 3 મહિના
- કેનેડા - 3 મહિના
- જર્મની - 6 મહિના
- સ્પેન - 6 મહિના
- ઓસ્ટ્રેલિયા - 1 વર્ષ
- યુકે - 1 વર્ષ
- ન્યુઝીલેન્ડ - 1 વર્ષ
- સ્વિટ્ઝર્લૅન્ડ - 1 વર્ષ
- દક્ષિણ આફ્રિકા - 1 વર્ષ
- સ્વીડન - 1 વર્ષ
- સિંગાપોર - 1 વર્ષ
આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ છે ફરજિયાત
અલબત્ત તમે આ દેશોમાં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ પર વાહન ચલાવી શકો છો પરંતુ આ માટે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ હોવી ફરજિયાત છે. જો તમારી પાસે ભારતીય લાયસન્સ સાથે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ હોય તો જ તમે આ દેશોમાં વાહન ચલાવી શકો છો.
વિદેશ જતા પહેલા આપણી પાસે ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ હોવી જરૂરી છે, તો જ આપણે આ દેશોમાં વાહન ચલાવી શકશો.
આ રીતે કરો અપ્લાઈ
સૌ પ્રથમ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને પછી ફોર્મ 1A (મેડિકલ ફિટનેસ ફોર્મ) અને ફોર્મ 4A ભરો. ફોર્મ ભર્યા પછી, તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ, આઈડી પ્રૂફ અને રહેઠાણનો પુરાવો જેવી જરૂરી માહિતી આપવાની રહેશે.
ફોર્મ ભર્યા પછી અને જરૂરી માહિતી આપ્યા પછી, તમારે દસ્તાવેજો અને ફોર્મ સબમિટ કરવાના રહેશે. આ ઉપરાંત, તમારે આ માટે જરૂરી ફી ચૂકવવી પડશે. આ પછી તમારે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે. જો તમે ટેસ્ટ પાસ કરશો તો તમને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે. આ પછી જ તમે ઉપરોક્ત દેશોમાં વાહન ચલાવી શકશો.












Click it and Unblock the Notifications
