પાકિસ્તાન આતંકીઓ માટે સ્વર્ગ સમાન છે: ડોનાલ્ડ ટ્રંપ

Written By:
Subscribe to Oneindia News

એક વાર ફરી આતંકવાદના મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને જોરદારનો તમાચો ચોડ્યો છે. અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારત સાથે પોતાના સંબંધોને જ્યાં એક તરફ મજબૂત કર્યા છે. ત્યાં જ બીજી તરફ પાકિસ્તાન સુધરવાની ચીમકી ઉચ્ચારી છે. ટ્રંપે આપેલા એક ભાષણમાં તેણે ભારત સાથે સંબંધો મજબૂત કરવા અને અફઘાનિસ્તાનને પણ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. સોમવારે આપેલા પોતાના આ સંબોધનમાં પાકિસ્તાનને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાન આંતકવાદ સામે લડવાની પોતાની પ્રતિબદ્ઘતાને સાચી સાબિત કરીને બતાવે. તેમણે કહ્યું કે ભલે પાકિસ્તાન આતંકવાદનો સામનો કરી રહ્યો હોય પણ તેમ છતાં તે આતંકવાદીઓને સહારો આપી રહ્યો છે. અને ખરેખરમાં પાકિસ્તાન આંતકવાદીઓ માટે સ્વર્ગ બની ગયું છે. જે વાત સહન કરી શકાય તેવી નથી.

trump

પાકિસ્તાન પર સખત પગલાં લેતા અમેરિકાએ આતંકી સંગઠન સરગના સૈયદ સલાઉદ્દીનને ગ્લોબલ આતંકી જાહેર કર્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને આર્થિક મદદ આપવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. વળી અમેરિકાએ હાફિઝ સઇદને પણ વૈશ્વિક આંતકવાદી જાહેર કર્યો છે. સાથે જ પાકિસ્તાનને આતંક ફેલાવી રહેતા દેશની સૂચીમાં નાખી દીધો છે. ત્યારે અમેરિકાના આ નિવેદન પછી પાકિસ્તાન અને તેના પ્રિય મિત્ર ચીનની મુશ્કેલીઓ વધી શકે છે. જો કે આવું પહેલી વાર નથી બન્યું કે અમેરિકાએ પાકિસ્તાનને ખખડાવ્યું હોય આ પહેલા પણ ટ્રંપના શાસનકાળમાં પાકિસ્તાનને આ પહેલા પણ અનેક વાર લડ પડી ચૂકી છે.

English summary
you will pay harbouring terrorists donald trump warns pakistan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.