For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

YouTube Shooting : "શૂટર" નસીમ અને ફાયરિંગ સાચું કારણ જાણો

યૂ ટ્યૂબના હેડક્વાટર પર 39 વર્ષીય મહિલા નસીમ અગહડમમેં ફાયરિંગ કરી ચાર લોકોને ઇજાગ્રસ્ત કર્યા અને પછી પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. જાણો આ મહિલા વિષે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

સૈન ફ્રાંસિસ્કો, કેલિફોર્નિયામાં યૂ ટ્યૂબના હેડક્વાટર પર 39 વર્ષીય મહિલા નસીમ અગહડમમેં ફાયરિંગ કરી ચાર લોકોને ઇજાગ્રસ્ત કર્યા અને પછી પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પહેલા પ્રાથમિક તપાસમાં તેવું માનવામાં આવી રહ્યું હતું કે નસીમે યૂ ટ્યૂબમાં જ કામ કરતા પોતાના બોયફ્રેન્ડની સાથે કોઇ પર્સનલ વિવાદના કારણે આ ફાયરિંગ કર્યું હતું. પણ હવે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. નસીમની ઓળખ હવે એક યૂ ટ્યૂબ ફ્રિક્વન્ટ યુઝર તરીકે થઇ છે. નસીમ આ વીડિયો સાઇટની કેટલીક નીતીઓથી ખૂબ જ નિરાશ અને ક્રોધિત હતી અને જેના કારણે જ તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. નસીમે યૂ ટ્યૂબની નીતિઓને તાનાશાહી ગણાવી હતી. મંગળવારે થયેલી આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી એક મહિલાની હાલત ગંભીર છે.

કોણ છે નસીમ?

કોણ છે નસીમ?

નસીમ એક એક્ટિવ યૂ ટ્યૂબ યુઝર હતી જે પોતાને એનિમલ રાઇટ એક્ટિવિસ્ટ અને વેગન બોડીબિલ્ડર કહેતી હતી. યૂ ટ્યૂબ તેણે અનેક ચેનલ્સ અને સોશ્યલ મીડિયા દ્વારા પેજ ક્રિએટ કરીને તેણે લોકો વચ્ચે પોતાની એક આગવી ઇમેજ ઊભી કરી હતી. નસીમના કેટલાક વીડિયો સેન્સર કરવામાં આવ્યા હતા. જેના કારણે તે યૂ ટ્યૂબથી ખૂબ જ નારાજ હતી.

5,000 વધુ સબ્સક્રાઇર્બ્સ

5,000 વધુ સબ્સક્રાઇર્બ્સ

જાન્યુઆરી 2017માં નસીમે પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે તેના કંટેન્ટ સાથે ભેદભાવ કરવામાં આવી રહમયો છે. અને તેને ફિલ્ટર કરવામાં આવી રહ્યો છે. તેણે તેમ પણ કહ્યું કે જ્યારથી યૂ ટ્યૂબે તેના વીડિયોને ફિલ્ટર કરવાનું શરૂ કર્યું છે તેના વીડિયોના વ્યૂઝ ઓછા થઇ ગયા છે. આ ઘટના પછી યૂ ટ્યૂબ અને અન્ય સોશ્યલ મીડિયા પેજમાંથી તેને નીકાળવામાં આવી હતી.

હુમલો

હુમલો

જ્યારે નાસીરે યૂ ટ્યૂબના હેડક્વાટર પર હુમલો કર્યો ત્યારે તેણે ચશ્મા પહેર્યા હતા. અને સ્કાફથી તેનો ચહેરો ઢાંકી દીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ નસીબ વિષે પહેલા તેમ માનવામાં આવતું હતું કે તેણીનો તેના બોયફ્રેન્ડ સાથે વિવાદ હતો. પણ પાછળથી આ વાત ખોટી પડી હતી.

પિતા સંદેહ થયો હતો

પિતા સંદેહ થયો હતો

નસીમના પિતા ઇસ્માઇલ અગહડમે બે એરિયા ન્યૂઝ ગ્રુપને જણાવ્યું હતું કે તેમની પુત્રી યૂ ટ્યૂબથી નફરત કરતી હતી. અને આ મામલે તેમને તેણી આવું જ કોઇ અંતિમ પગલું ભરે તેવો સંદેહ હતો જેના કારણે તેમણે આ અંગે પોલીસને પણ જણાવ્યું હતું. સોમવારે ઇસ્માઇલે તેને સાઉથ કેલિફોર્નિયાથી ગુમ થવાની જાણકારી આપી હતી. મંગળવારે પોલીસે બપોરે 12 વાગ્યા જેવી જ કારમાં સૂતેલી હાલતમાં મળી હતી. પણ પોલીસે જણાવ્યું હતું કે સ્થિતિ નિયંત્રણમાં છે. અને તે પછી 1 કલાકમાં જ બપોરના 1 વાગ્યા જેવું યૂ ટ્યૂબના કર્મચારીઓએ 911 પર કોલ કરીને ફાયરિંગની વાત કરી હતી. અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો નસીમ મૃત હાલતમાં મળી હતી.

English summary
Youtube headquarter shooting the shooter was angry as youtube blocked her videos. Read more about the shooter here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X