Aman Dhaliwal : અમેરિકામાં પંજાબી એક્ટર અમન ધાલીવાલ પર હુમલો
Aman Dhaliwal : પંજાબી એક્ટર અમન ધાલીવાલ પર અમેરિકાના એક જીમમાં હુમલો થયો છે. જ્યારે તેઓ જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરે તેમના પર કુહાડી વડે હુમલો કર્યો હતો.
Aman Dhaliwal : પંજાબી એક્ટર અમન ધાલીવાલ પર અમેરિકામાં જીવલેણ હુમલો થયો છે. અમન ધાલીવાલ માણસાના છે. તેઓ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. બુધવારના રોજ તેઓ જિમમાં કસરત કરી રહ્યા હતા, ત્યારે તેમના પર હુમલો થયો હતો. આ હુમલામાં આરોપીઓએ તેને માર માર્યો હતો. આ વચ્ચે ઈજાગ્રસ્ત હોવા છતાં ધાલીવાલે પોતે જ હુમલાખોરને પકડી લીધો હતો.
માણસામાં રહેતા અમન ધાલીવાલના પિતા માસ્ટર મિથુ સિંહે જણાવ્યું હતું કે, જિમમાં કસરત કરતી વખતે અમન ધાલીવાલ પર હુમલો થયો હતો. માસ્ટર મિથુ સિંહ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સભ્ય અને અકાલી દળના નેતા છે.

હુમલા બાદ ઘણી જગ્યાએ ટાંકા આવ્યા છે
આ હુમલામાં અમન ધાલીવાલને ઘણી ઈજાઓ થઈ છે. જે બાદ અભિનેતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તે ખતરાની બહાર હોવાનું કહેવાય છે. અમન ધાલીવાલના શરીર પર હુમલા બાદ ઘણી જગ્યાએ ટાંકા આવ્યા છે. આ હુમલો શા માટે કરવામાં આવ્યો તેની કોઈ માહિતી સામે આવી નથી.

સામે આવ્યો હુમલાનો વીડિયો
અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, હૂડી પહેરેલા એક વ્યક્તિએ અમન ધાલીવાલ પર જીમમાં પ્રવેશતાની સાથે જ તીક્ષ્ણ હથિયાર વડેહુમલો કર્યો હતો. જોકે, અમને તેને જોરથી પકડીને જમીન પર પછાડી દીધો હતો, ત્યારબાદ જિમમાં હાજર અન્ય લોકોએ પણ તેને દબાવીદીધો હતો.
અહેવાલો અનુસાર, અભિનેતા પર સવારે 9:20 કલાકે કેલિફોર્નિયાના ગ્રાન્ડ ઓક્સમાં પ્લેનેટ ફિટનેસમાં હુમલો થયો હતો. હાલ સ્થાનિક પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
|
જાણો કોણ છે અમન ધાલીવાલ
અત્રે ઉલ્લેખનીય છે કે, અમન ધાલીવાલ પંજાબના માણસા જિલ્લાના રહેવાસી છે અને તેમણે ઘણી બોલીવુડ અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યુંછે.
મોડલિંગમાં કરિયર શરૂ કર્યા, બાદ તેમણે ઘણા પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. અમન એક કુડી પંજાબ દી અને વિરસા જેવીપોલીવુડ ફિલ્મોમાં જોવા મળ્યો છે. તેમણે જોધા અકબરમાં રિતિક રોશન અને ઐશ્વર્યા રાય સાથે પણ કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
