Canada Tesla Accident : ટોરેન્ટોમાં અકસ્માત બાદ Tesla કાર સળગી, 3 ગુજરાતી સહિત 4નાં મોત
Canada Tesla Accident : કેનેડામાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. અકસ્માતની ઘટનામાં ઘણા ભારતીયોના પણ મોત સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે.
આ ઘટનામાં કેનેડાના ટોરેન્ટોમાં અકસ્માત બાદ કાર સળગી ઉઠી હતી, જેના કારણે 3 ગુજરાતી સહિત ચાર લોકોના મોત થયા છે.

સમાચારો અનુસાર, કેનેડાના ટોરેન્ટોમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે કેનેડાના ટોરેન્ટોમાં પૂર ઝડપે જઈ રહી કાર થાંભલા સાથે અથડાઈ હતી અને આ સમયે Tesla કારની બેટરી ડેમેજ થઈ ગઈ હતી, કારની બેટરી એકાએક ડેમેજ થઈ જતા બેટરીમાં આગ લાગી હતી.
આ કારમાં 5 ભારતીયો સવાર થયા હતા, જેમાં 3 ગુજરાતીઓનાં મોત થયા છે. અન્ય મૃતક યુવક મહારાષ્ટ્રનો વતની છે. તો કારમાં સવાર અન્ય એક યુવતીનો બચાવ થયો છે. જે યુવતીનો બચાવ થયો છે તે ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ છે.
ટોરેન્ટોના ડાઉનટાઉનમાં આ અકસ્માત થયો હતો. જેમાં ઘટના સ્થળે જ ચાર લોકોના મોત નિપજ્યા. ફાયર ફાઈટરો દ્વારા ચારેય લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા અને ચારેય લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મૃત પામેલા લોકોમાં આણંદ જિલ્લાનાં બોરસદ વિધાનસભાનાં પૂર્વ કોંગી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર ભાણેજ જયરાજસિંહનું મોત થયુ છે.
ગોધરાના સગા-ભાઈ બહેનનું પણ કાર અકસ્માતમાં મોત નિપજ્યુ છે. જેમાં કેતા સંજ્યભાઈ ગોહિલ અને 30 વર્ષીય નીલ સંજયભાઈ ગોહિલનું મોત થયું છે. ભાઈ-બહેનનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યુ છે. આ સિવાય મહારાષ્ટ્રના દિગ્વિજયનું મોત થયુ છે.












Click it and Unblock the Notifications
