ઑસ્ટ્રેલિયા, યુકે અને કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે ડિપેન્ડન્ટ વિઝાના નવા કડક નિયમોએ મુશ્કેલી વધારી
Dependent Visa: ભારતમાંથી લાખો લોકો પોતાની કરિયર બનાવવા માટે ઑસ્ટ્રેલિયા, યુકે અને કેનેડાને પસંદ કરતા હોય છે. પરંતુ છેલ્લા છ મહિનામાં ભારતથી જતા વિદ્યાર્થીઓ માટે ઑસ્ટ્રેલિયા, યુકે અને કેનેડા જતા વિદ્યાર્થીઓના સ્પાઉસ વિઝા વધુ કડક થઈ રહ્યા છે.
અગાઉ ઑસ્ટ્રેલિયા, યુકે અને કેનેડામાં ભણવા જતા વિદ્યાર્થીના સ્પાઉસ એટલે કે જીવનસાથીને પણ વર્ક પરમીટ મળતી હતી. પરંતુ હવે કેનેડા અને યુકેએ આ નિયમોમાં ફેરફાર કરી દીધા છે.

કેનેડાની સરકારે ત્યાંની કમ્યુનિટી કૉલેજોમાં વર્ક પરમીટ આપવાનુ બંધ કરી દીધુ છે. હવે માત્ર માસ્ટર કોર્સ કરવા જતા વિદ્યાર્થીના ડિપેન્ડન્ટને જ વર્ક રાઈટ મળી શકશે. નોંધનીય છે કે કેનેડાએ ઓવર ઓલ સ્ટુડન્ટ વિઝામાં 35 ટકાનો ઘટાડો કર્યો છે.
ઑસ્ટ્રેલિયાની વાત કરીએ તો ત્યાં પણ ડિપેન્ડન્ટ વિઝાના રિફ્યુઝલનુ પ્રમાણ વિશેષ હોવાથી ડિપેન્ડન્ટ વિઝાના નિયમો વધુ કડક બન્યા હોવાનુ વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા છે.
યુકેમાં હવે પોસ્ટ ગ્રેજ્યુએશન અને નૉન રિસર્ચના વિદ્યાર્થીઓએ નવા નિયમો પ્રમાણે જીવનસાથી કે બાળકોએ વિઝિટર વિઝામાં જવુ પડશે. ઈમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેનેડામાં જે રીતે ભરાવો થયો છે તેને જોતાં નવા નિયમો સારા છે. જેમને ભણવુ છે તેવા જેન્યુઈન વિદ્યાર્થીઓ સારી કૉલેજ પસંદ કરીને ભણવા જાય તેમના માટે આ સ્થિતિ સારી છે.
તમને જણાવી દઈએ કે નવા નિયમો પ્રમાણે પીએચડીનો અભ્યાસ કરનારે વર્ક વિઝા પહેલા 24 મહિના ફરજિયાત અભ્યાસ કરવો પડશે. નોકરી શરુ કરતા પહેલા તેમણે પોતાનુ ભણવાનુ ફરજિયાત પૂરુ કરવુ પડશે. સ્કીલ વર્કર વિઝામાં પણ અભ્યાસ પછી જ કામ મેળવવાની પ્રક્રિયા ફરજિયાત અનુસરવી પડશે.












Click it and Unblock the Notifications
