જર્મન કારનો બહિષ્કાર કરશે ગુજરાતી જૈન સમુદાય, જાણો શું છે કારણે

Gujarati Jain community : ગુજરાતી જૈન વેપારી સમુદાયના પ્રતિનિધિઓએ મુંબઈમાં જર્મન કોન્સ્યુલેટની બહાર બાળક અરિહાને બિનશરતી ભારત પરત લાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાતી જૈન સમાજે જણાવ્યું હતું કે, તેઓ જર્મન કાર ખરીદવાનો બહિષ્કાર કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અરિહા છેલ્લા 28 મહિનાથી જર્મન ફોસ્ટર કેરમાં છે, તેમ છતાં તેના જૈવિક માતા-પિતા અને ભારત સરકાર તેને ભારત પરત લાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે.

Gujarati Jain community

તાજેતરમાં એક જર્મન ડિસ્ટ્રિક્ટ કોર્ટે અરિહાના માતાપિતાને બાળકની કસ્ટડી તેમજ મુલાકાતના અધિકારોનો ઇન્કાર કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, માતા-પિતાને હવે બાળકના વ્હેરબાઉટ્સ વિશે જાણવા માટે અધિકૃત નથી. કારણ કે, તે જર્મન ફોસ્ટર કેરમાં રહેશે.

બાળકીને જુગેન્ડમ (જર્મન યુથ સર્વિસ) દ્વારા લઈ જવામાં આવી હતી. કારણ કે, તેણીને ઈજાઓ થઈ હતી અને માતા-પિતાને દુરુપયોગની શંકા હતી. આ આરોપો રદ્દ કરવામાં આવ્યા હતા, પરંતુ બાળકની કસ્ટડી જર્મન સત્તાવાળાઓ પાસે રહે છે.

ભારતમાં અરિહાના માતા-પિતા (ભાવેશ અને ધારા શાહ)નું પ્રતિનિધિત્વ કરતા જૈન સમુદાયના સભ્ય યતિન શાહ કહે છે કે, બાળકને પરત મોકલવામાં ન આવે, ત્યાં સુધી અમે કોઈપણ જર્મન કારની ખરીદીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

બાળક જૈન છે અને તેને એવો ખોરાક આપવામાં આવી રહ્યો છે, જે અમારી સંવેદના અને ઉછેરને અનુરૂપ નથી. તે અધિકારોનું ઘોર ઉલ્લંઘન છે. અરિહાના માતા-પિતા હાલમાં જર્મનીમાં રહે છે.

ગુજરાતી જૈન સમુદાય સતત બાળકના વાપસીની માંગ કરી રહ્યો છે અને કહે છે કે, જ્યારે તેણી તેના જૈવિક માતા-પિતા સાથે જોડાય છે અથવા ભારતમાં પરત ફરે છે, જ્યાં તેણી એક પરિવાર સાથે રહી શકે છે, જે તેણીની સંસ્કૃતિ અને મૂળના આધારે તેનો ઉછેર કરશે, ત્યારે જ આ બાયકોટ બંધ થશે.

અરિહા છેલ્લા 28 મહિનાથી જર્મન ફોસ્ટર કેરમાં છે, તેમ છતાં તેના જૈવિક માતાપિતા અને ભારત સરકાર તેને ભારત પરત લાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X