અમેરિકામાં સ્થાયી ગુજરાતી મોટેલ માલિકની રૂમના ભાડા બાબતે ગોળી મારી હત્યા
Gujarati Murdered IN US: અમેરિકાના અલાબામા રાજ્યમાં વધુ એક ગુજરાતી મોટેલ માલિકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 76 વર્ષીય પ્રવીણ પટેલની રુમના ભાડા અંગેના વિવાદ બાદ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. પ્રવીણ પટેલ મૂળ ચરોતરના રહેવાસી હતા અને ઘણા વર્ષોથી પરિવાર સાથે અમેરિકામાં સેટલ થયા હતા.

અમેરિકન મીડિયા અહેવાલો મુજબ શેફિલ્ડમાં હિલક્રેસ્ટ મોટેલના માલિક પ્રવિણ રાવજીભાઈ પટેલની ગયા અઠવાડિયે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે 34 વર્ષીય આરોપી વિલિયમ જેરેમી મૂરની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આઠમી ફેબ્રુઆરીના રોજ વિલિયમ જેરેમી મૂર પ્રવિણની મોટેલમાં એક રૂમ ભાડે લેવા માગતો હતો. ભાડા અંગે મૂરની પ્રવીણ પટેલ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મૂરે પિસ્તોલ કાઢી અને પ્રવિણ પટેલને ગોળી મારી દીધી હતી.
અમેરિકન મીડિયામાંથી મળેલી માહિતી મુજબ મૂર પાસેથી હત્યાનુ હથિયાર મળી આવ્યુ હતુ. વળી, વોરંટ ઈશ્યુ ના થાય ત્યાં સુધી મૂરને હાલમાં શેફિલ્ડ સિટી જેલમાં રાખવામાં આવ્યો છે. ત્યારબાદ તેને કોલબર્ટ કાઉન્ટી જેલમાં લઈ જવામાં આવશે. મૃતક પ્રવીણ પટેલના મૃતદેહને ઓટોપ્સી માટે અલાબામા ફોરેન્સિક લેબમાં લઈ જવામાં આવ્યો હતો અને 12 ફેબ્રુઆરીના રોજ તુસ્કમ્બિયામાં મોરિસન ફ્યુનરલ હોમમાં તેમના માટે અંતિમ સંસ્કાર સેવા યોજવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
