ગુજરાતી કવિ શોભિત દેસાઇને યુકેમાં સન્માનિત કરાયા

હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે યોજાયેલા એક એવોર્ડ સમારોહમાં બારોનેસ શ્રિએલા ફ્લાધર અને ડો. સત્યેન્દ્ર શ્રિવાસ્તાવે દેસાઇને સાલ અને એવોર્ડ એનાયત કર્યા હતા. કાવ્યક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન આપવા પદલ ગઝલકાર જનાબ નિદા ફઝ્લીને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
કાર્યક્રમની શરૂઆત સ્વ હિન્દી સ્કોલર ડો ગૌતમ સચદેવને શ્રદ્ધાંજલિ અર્પવા એક મિનિટના મૌન સાથે થઇ હતી. યુકે હિન્દી સમિતિના પ્રમુખ ડો. પદ્મેશ ગુપ્તાનું ઓડિયો પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું.
આ તકે શ્રીલા ફ્લાધર અને દિવ્યા માથુર(વાતાયનના શોધક) ઉપસ્થિત મેદનીને સંબોધી હતી. યુવા ગાયકો ઉત્તરા સુકાન્ય જોશી અને રંજન શેગુન્શીએ નિદા ફઝ્લીની ગઝલો રજૂ કરી હતી.












Click it and Unblock the Notifications
