દુબઇમાં અપહ્યત હાલતમાં મળી આવ્યો ભારતીય નાગરિકનો મૃતદેહ

દુબઇ પોલીસે કાર અને મૃતદેહને પોતાના કબ્જામાં લીધી છે અને વધું તપાસ હાથ ધરી છે. નીતિન દુબઇની યુનિવર્સિટી ઓફીસમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. એક સમુદાયના કાર્યકરે સમાચારપત્રને જણાવ્યું કે નીતિને હાલમાં જ પોતાનું ડ્રાઇવીંગ લાઇસન્સ કઢાવ્યું હતું, પરંતુ તે હજી તે એકલો કાર ડ્રાઇવ કરવા માટે સક્ષમ ન્હોતો. ગયા બુધવારે જ તેણે એક કારને રેન્ટ પર લીધી હતી અને જણાવ્યું હતું કે તેનો અન્ય મિત્ર કારને ચલાવશે.
રિપોર્ટ પ્રમાણે તે બુધવારની રાત્રે 10.30pm કલાકે (સ્થાનિક સમય) અત્રેથી ગયો હતો, ત્યારપછી તે દેખાયો નહી. નીતિનના મિત્રએ ગુરુવાર સવાર સુધી રાહ જોઇ પરંતુ નીતિન પરત ના ફરતા તેના ગુમ થયાની જાણ પોલીસને કરી દીધી.
ત્યારબાદ શનિવારે સવારે વેરહાઉસના એક કર્મચારીએ પોલીસને ફોન કરી જણાવ્યું કે અત્રે કોઇ એક અજાણી કાર પાર્ક કરીને ગયું છે, પોલીસે એ કારની તપાસ કરી તો તેમાં નીતિનનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે નીતિનનું મોત કેવી રીતે થયું તેની તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
