For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય યુવતી દુબઇમાં બંધક, No FIR, Only Twitter Action!

|
Google Oneindia Gujarati News

[એનઆરઆઇ] એક ભારતીય યુવતી યૂએઇમાં નોકરી કરવા ગઇ, જ્યાં કેટલાંક અસામાજિક તત્વોએ તેને બંધક બનાવી લીધી. બહેન માટે પરેશાન ભાઇએ જ્યારે આ વાત ટ્વિટર પર પોસ્ટ કરી, તો વિદેશ મંત્રી સુષમા સ્વરાજે તાત્કાલિક એક્ટિવ થઇ ગયા અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાવી દીધું. ખાસ વાત એ છે કે આ એક રેસ્ક્યૂ ઓપરેશન માટે No FIR, Only Twitter Action થી તંત્ર દ્વારા યુવતીને છોડાવી લેવામાં આવી.

આવો જોઇએ કે ક્યારે શું બન્યું?
શનિવારના રોજ દેવ તંબોલી નામના વ્યક્તિએ ટ્વિટરના માધ્યમથી સુષમા સ્વરાજે મદદ માંગતા જણાવ્યું, 'મારી બહેન 14 ઓગસ્ટના રોજ યૂએઇ નોકરી કરવા ગઇ હતી, જ્યા તેને કોઇએ ઓરડામાં બંધક બનાવી લીધી છે. સુષમા સ્વરાજજી કૃપા કરીને મારો સંપર્ક કરો અને મારી મદદ કરો.'

દેવ તંબોલીનું બીજું ટ્વિટ
તે એકલી નથી તેની સાથે અન્ય યુવતીઓને પણ બંધક બનાવવામાં આવી છે. તેમને રૂમમાં પૂરીને મારઝૂડ કરવામાં આવી રહી છે. કૃપા કરીને મદદ કરો.

સુષમા સ્વરાજે ફરી ટ્વિટ કર્યું અને જણાવ્યું કે યૂએઇના દૂતાવાસને તુરંત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આપની પાસે દૂતાવાસમાંથી કોલ આવશે.

દેવ તંબોલીનું ટ્વિવટ
ધન્યવાદ, સુષમાજી હમણા જ મારા પર દૂતાવાસથી ફોન આવ્યો. યૂએઇમાં ભારતીય દૂતાવાસ અને દુબઇની સીઆઇડી સક્રીય થઇ ગઇ છે.

સામાજિક સંગઠનો પણ આવ્યા
દેવ તંબોલીએ બીજા ટ્વિટમાં આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે હું ભારત સરકાર અને સામાજિક સંગઠનોનો આભાર માનુ છું, જે મારા પડખે ઊભા રહ્યા.

ખાસ વાત એ છે કે ભારત સરકાર અને દુબઇ પોલીસે મળીને ફટાફટ ઓપરેશન શરૂ કર્યુ અને યુવતીને થોડાંક જ કલાકોમાં છોડાવી લેવામાં આવી. ઓપરેશન પૂર્ણ થતા જ સુષમા સ્વરાજે ટ્વિટ કર્યું અને જણાવ્યું કે જલદી ભારતીય દૂતાવાસના શેલ્ટર હોમમાં તેને પહોંચાડવામાં આવી રહ્યા છે.

છેલ્લે અમે સામાન્ય દેશવાસી હોવાના નાતે સુષમા સ્વરાજને ધન્યવાદ આપવા માંગીશું કે માત્ર એક ટ્વિટ પર તેમણે એક્શન લીધું. સાચુ પૂછો તો દેશના તમામ નેતાઓ, અધિકારીઓએ આ ઘટનાથી સીખ લેવી જોઇએ.

ભારતીય યુવતી દુબઇમાં બંધક

ભારતીય યુવતી દુબઇમાં બંધક

એક ભારતીય યુવતી યૂએઇમાં નોકરી કરવા ગઇ, જ્યાં કેટલાંક અસામાજિક તત્વોએ તેને બંધક બનાવી લીધી. બહેન માટે પરેશાન ભાઇએ જ્યારે આ વાત ટ્વિટર પર પોસ્ટ કરી, તો વિદેશ મંત્રી સુષમા સ્વરાજે તાત્કાલિક એક્ટિવ થઇ ગયા અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાવી દીધું.

આવો જોઇએ કે ક્યારે શું બન્યું?

શનિવારના રોજ દેવ તંબોલી નામના વ્યક્તિએ ટ્વિટરના માધ્યમથી સુષમા સ્વરાજે મદદ માંગતા જણાવ્યું, 'મારી બહેન 14 ઓગસ્ટના રોજ યૂએઇ નોકરી કરવા ગઇ હતી, જ્યા તેને કોઇએ ઓરડામાં બંધક બનાવી લીધી છે. સુષમા સ્વરાજજી કૃપા કરીને મારો સંપર્ક કરો અને મારી મદદ કરો.'

દેવ તંબોલીનું બીજું ટ્વિટ

તે એકલી નથી તેની સાથે અન્ય યુવતીઓને પણ બંધક બનાવવામાં આવી છે. તેમને રૂમમાં પૂરીને મારઝૂડ કરવામાં આવી રહી છે. કૃપા કરીને મદદ કરો.

દેવ તંબોલીનું ટ્વિવટ

ધન્યવાદ, સુષમાજી હમણા જ મારા પર દૂતાવાસથી ફોન આવ્યો. યૂએઇમાં ભારતીય દૂતાવાસ અને દુબઇની સીઆઇડી સક્રીય થઇ ગઇ છે.

ઓપરેશન પૂર્ણ થતા જ

ઓપરેશન પૂર્ણ થતા જ સુષમા સ્વરાજે ટ્વિટ કર્યું અને જણાવ્યું કે જલદી ભારતીય દૂતાવાસના શેલ્ટર હોમમાં તેને પહોંચાડવામાં આવી રહ્યા છે.

English summary
An Indian girl have been hostage by some miscreants in UAE. Minister of External Affairs Sushma Swaraj got active after twitter message and Indian Embassy along with Dubai Police rescued her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X