સિંગાપોર રમખાણ કેસમાં ભારતીયને અઢી વર્ષ જેલની સજા

સિંગાપોર, 7 જુલાઇઃ 8 ડિસેમ્બરના રોજ લીટલ ઇન્ડિયા રમખાણ કેસમાં એક ભારતીય દોષી જાહેર થયો છે અને તેને અઢી વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સ્ટ્રેઇટ ટાઇમ્સ અનુસાર 36 વર્ષીય સારંગન કુમારન કે જે બાંધકામનું કામ કરે છે, તે પોલીસ પર વસ્તુઓ ફેંકવા બાબતે દોષી જણાયો છે. એક ખાનગી બસ દ્વારા ભારતીય બાંધકામ મજૂરને કચડી મારવામાં આવ્યા બાદ 8 ડિસેમ્બરના રોજ સિંગાપોરમાં લીટલ ઇન્ડિયામાં રમખાણો ફાટી નીકળ્યા હતા.

jail
લીટલ ઇન્ડિયામાં ફાટી નીકળેલા રમખાણો દરમિયાન કુમારન દ્વારા પોલીસ વાહનો પર અમુક વસ્તુઓ ફેંકવામાં આવી હતી, તથા તેણે એક ટ્રાફીક પોલીસની બાઇક ધક્કો પણ માર્યો હોવાનું તસવીરોમાં કેદ થઇ ગયું હતું. તેમજ તે બાઇક પાસે નૃત્ય કરતો પણ જોવા મળ્યો હતો.

નોંધનીય છેકે, લીટર ઇન્ડિયા રમખાણમાં 14 લોકો સામે ફરિયાદ થઇ હતી જેમાંથી સજા મેળવાનાર કુમારન ત્રીજો વિદેશી મજૂર છે. તેમના પર 23 ઇમરજન્સી વાહનોને ક્ષતિગ્રસ્ત કરવા, 5 વાહનોમાં આગ ચાંપવીના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ વાહનોને થયેલા નુક્સાનનો આંકડો 630,000 ડોલરની આસપાસનો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X