For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોતી પહેરેલા ભારતીયને દુબઇ મેટ્રોમાં બેસતા અટકાવાયો

By Super
|
Google Oneindia Gujarati News

dubai-train
દુબઇ, 4 ઑગસ્ટઃ દુબઇની મેટ્રો ટ્રેનમાં 67 વર્ષીય એક ભારતીયને માત્ર એટલા માટે યાત્રા કરતો અટકાવવામાં આવ્યા કારણ કે તેમણે ધોતી પહેરેલી હતી.

પીડિત વ્યક્તિની પુત્રી મધુમતી અનુસાર ગત રવિવારે એતિસલાત મેટ્રો સ્ટેશનના પંચિંગ ગેટ નજીક એક પોલીસકર્મીએ તેમને રોક્યા અને કહ્યું કે તેમના પિતાએ જે પહેરવેશ પહેરી રાખ્યો છે, તેની પરવાનગી નથી તથા તેઓ આ પહેરીને મેટ્રોમાં જઇ શકે નહીં.

સમાચાર પત્ર ગલ્ફ ન્યુઝ અનુસાર મધુમતીએ કહ્યુ કે, મે પોલીસકર્મીઓને આગ્રહ કર્યો કે અમને અંદર જવા દો, પરંતુ તેમણે અમારી વાત સાંભળવાનો ઇન્કાર કરી દીધો. આ એક શરમજનક વાત છે અને મારા પિતાને તેનાથી ઘણા જ પરેશાન હતા. તેમણે કહ્યું કે, તેમણે પોલીસકર્મીએ એ સમજવું જોઇએ કે ધોતી એક પારંપરિક ભારતીય પહેરવેશ છે, જે શરીરને સંપૂર્ણપણે ઢાંકે છે.

મધુમતીએ કહ્યું કે, તેમના પિતા અહીં અનેકવાર ધોતી પહેરીને મેટ્રોમાં ફરી ચૂક્યા છે, પરંતુ કોઇએ તેમને રોક્યા નથી. માર્ગ અને પરિવહન પ્રાધિકરણ(આરટીઆઇ) અનુસાર યાત્રાને લઇને કોઇ ડ્રેસ કોડ તૈયાર નહોતી. મધુમતીએ આ મામલે ઔપચારિક રીતે ફરિયાદ દાખલ કરી દીધી છે.

English summary
A 67 year old Indian visitor was stopped from entering the Dubai Metro, apparently for wearing a traditional Indian dress dhoti.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X