ભારતીય બાળકો અમેરિકામાં તોફાનમાં ફસાયા

બીબીસીના એક અહેવાલ અનુસાર શાળાનું કહેવું છે કે આ વિદ્યાર્થીઓ તોફાનના કારણે ન્યૂજર્સીમાં ફસાયેલા છે, પરંતુ તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. કુલ 29 બાળકો નાસાના પ્રવાસે ગયા હતા.
નોંધનીય છે કે અમેરિકામાં આવેલા 'સૅન્ડી' તોફાનના કારણે અત્યારસુધી 43 લોકો માર્યા ગયા છે અને અંદાજે 82 લાખ ઘરો વિજળી વિહોણા છે. બાળકો સાથે ગયેલા રોહિત શર્માનું કહેવું છે કે તમામ બાળકો સહિત તેમની સાથે ગયેલા શિક્ષકો અને અન્ય સ્ટાફ સુરક્ષિત છે.
તેમનું કહેવું છે કે, તેમાં કોઇ શંકા નથી કે વિદ્યાર્થીઓ ઘબરાયેલા છે, પરંતુ અમે તેમની સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરી છે, કારણ કે તોફાન અંગે પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી, તેથી ખાવા-પીવાનો સામાન ખરીદી લેવામાં આવ્યો હતો, અમે મીણબત્તી પણ ખરીદી લીધી હતી.












Click it and Unblock the Notifications
