દક્ષિણ નેપાળમાં ભારતીયની ગોળી મારી કરાઇ હત્યા
કાઠમાંડો, 13 ઓગષ્ટ: વડાપ્રધા નરેન્દ્ર મોદીની નેપાળની યાત્રાને હજી એક અઠવાડીયું પણ થયું નથી અને ત્યાંથી એક દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ નેપાળના ધનુષા જિલ્લામાં એક બંધૂકધારીએ 32 વર્ષના એક ભારતીયની મંગળવારે ગોળી મારીને હત્યા કરી દીધી.
બિહારના મધુબની જિલ્લાના ખજૌલીના રહેનારા સુભાષ ગોઇતની છાતીમાં ગોળી વાગી હતી, ત્યારબાદ તેને જનકપુર જોનલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમનું માર્ગમાં જ મોત થઇ ગયું હતું.

પોલીસ અધીક્ષક ઉત્તમ રાજ સુબેદીએ જણાવ્યું કે ગોઇતની છાતીમાં એક ગોળી વાગી છે. ગોળી માર્યા બાદ હત્યારાઓ બાઇક પર સવાર થઇને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. હત્યારાઓને પકડવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.












Click it and Unblock the Notifications
