For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટેનમાં ભારતીય મહિલાને ગોંધી રાખી કરાતો રહ્યો બળાત્કાર

|
Google Oneindia Gujarati News

rape
લંડન, 21 એપ્રિલ: લંડનમાં 40 વર્ષીય એક અભણ ભારતીય મહિલાનું શારિરીક શોષણ કરવાના મામલામાં ત્રણ લોકોને દોષી ઠેરવામાં આવ્યા છે. આ મહિલાને એક આલીશાન કોઠીમાં નોકરાણી તરીકે રાખવામાં આવી હતી.

હૈદરાબાદની રહેનાર આ મહિલા ચાર બાળકોની મા છે. તે લંડનના ત્રણ ઘરોમાં આયા અને ઘરેલુ કામકાજ માટે રાખવામાં આવી હતી. આ મહિલાને મારવામાં આવી, ત્યારબાદ તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેને વાસી ભોજન ખવડાવવા મજબૂર કરાઇ હતી જેના કારણે આ મહિલા બિમાર થઇ ગઇ હતી.

કોર્ટને બતાવવામાં આવ્યું કે પીડિતાને ક્યારેક જ પૂરતું ભોજન અપાતું હતું. ઇન્ડીપેન્ડેન્ટના સમાચાર અનુસાર મહિલાને એક કેદીની જેમ રાખવામાં આવતી હતી. તેને વસ્તુત: કોઇ મેહનતાણું પણ આપવામાં આવતું ન્હોતું અને તેને પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. મહિલાએ હર્ટફોર્ડશાયર ફોર્સની પાસે ફરિયાદ નોંધાવી હતી, જેણે શરૂઆતમાં આ મામલાની તપાસ કરી હતી.

મિડલસેક્સ સ્થિત મૂર પાર્કના ઓબરોય (54), ઉત્તર લંડન સ્થિત એડવેરના યુસુફ (33)ને શુક્રવારે દોષી જાહેર કરવામાં આવ્યા. ઓબરાય ઓપ્ટિશન છે. તેમને જાનથી મારવાની ધમકી આપવામાં પણ દોષી ઠેરવ્યા છે.

ક્રોયડન ક્રાઉન કોર્ટની એક જૂરીએ ઉત્તર-પશ્ચિમ લંડનના સેન્ટ જોસ વુડના રહેનાર બલાપોવી (54)ને બળાત્કારના આરોપમાં દોષી જાહેર કરવામાં આવ્યા. આ લોકોને આવતા મહિને સજા સંભળાવવામાં આવી.

English summary
The woman, who is said to be illiterate, was kept as a prisoner in Britain for years and was forced to work 17 hours a day, according to The Independent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X