For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં ભારતીય વૃદ્ધ મહિલાની હત્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

murder
વોશિંગ્ટન, 25 ઑક્ટોબર: અમેરિકામાં એક વૃદ્ધ ભારતીય મહિલાની હત્યાની ઘટના સામે આવી છે. આંધ્ર પ્રદેશથી અમેરિકા ગયેલી સત્યવતી વેનાએ જ્યારે પોતાની દસ મહિનાની પૌત્રી સાન્વી વેનાના અપહરણનો વિરોધ કરતાં અપહરણકર્તાઓએ તેની હત્યા કરી દિધી હતી.

પોલીસ અને અમેરિકન તપાસ એજન્સી એફબીઆઇએ હુમલાખોરો અને અપહરણકર્તાઓની શોધ આદરી છે. પેનસિલ્વેનિયા પોલીસે એલર્ટ જાહેર કરી દિધો છે. મોંટેગોમરી કાઉન્ટીના જિલ્લા અટોર્ની રિજા વેટરી ફરમેને કહ્યું હતું કે 61 વર્ષીય સત્યવતી વેનાની હત્યા કદાચ સોમવારે કરવામાં આવી હતી. હત્યા બાદ અપહરણકર્તા સાન્વીનું અપહરણ કરી લઇ ગયા હતા.

ફેરમેનના જણાવ્યા મુજબ સત્યવતીની લાશ એપાર્ટમેન્ટમાં મળી હતી. તે જૂલાઇ મહિનામાં અમેરિકા આવી હતી અને જાન્યુઆરી તેને ભારત પરત ફરવાનું હતું. તે બાળકેની દેખભાળ કરી રહી હતી. બાળકીના પિતા વેંકટ કોંડા શિવ વેના અને તેની માતા ચેંચૂ પુનરૂ ફેબ્રુઆરી 2007માં અમેરિકા આવ્યા હતા.

તો બીજી તરફ આંધ્ર પ્રદેશમાં વેનાના પરિવારજનોએ અમેરિકન અધિકારીઓ પાસે માંગણી કરી છે કે સાન્વીની તપાસ માટે પ્રયત્નો કરવામાં આવે. એક સંબંધીએ જણાવ્યું હતું કે હાલમાં બસ આટલી જ જાણકારી પ્રાપ્ત થઇ છે કે સત્યવતીની હત્યા કરવામાં આવી છે અને બાળકી ગુમ છે. અમે બાળકીની સુરક્ષાને લઇને ચિંતિત છીએ. અમે ઇચ્છિએ છીએ કે જલદીમાં જલદી બાળકીની શોધ કરવામાં આવે.

English summary
An Indian woman from Andhra Pradesh visiting the US was killed when she apparently tried to resist the abduction of her 10-month-old granddaughter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X