For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાનાં ટોપ 5 સંપત્તિ ખરીદદારોમાં ભારતીય

|
Google Oneindia Gujarati News

વોશિંગટન, 9 જુલાઇઃ અમેરિકામાં સ્થાવર સંપત્તિ કારોબારીઓના રાષ્ટ્રીય સંઘ અનુસાર માર્ચ 2013 સુધ 3.5 અરબ ડોલરની સંપત્તિ ખરીદીને અમેરિકામાં ભારતીય ટોપ 5 આંતરરાષ્ટ્રીય ખરીદદારોમાં સામેલ થયા છે. સંગઠનના સર્વેક્ષણ અનુસાર કેનેડા, ચીન, મેક્સિકો, બ્રિટન અને ભારતીય કૂલ આંતરરાષ્ટ્રીય લેણ-દેણમાં 53 ટકા ભાગીદારી ધરાવે છે, જ્યારે તેની કિંમત 68.2 અરબ ડોલર છે.

સર્વેક્ષણમાં સામેલ 68 દેશોમાં આ પાંચ દેશોનો ઇતિહાસ મોટી માત્રામાં ખરીદદારીનો રહ્યો છે. અમેરિકામાં હાલના વર્ષોમાં ઘરોની આંતરરાષ્ટ્રીય માંગમાં ઘટાડો નોંધાયો છે. તેમ છતાં 2013માં ઘરોની આંતરરાષ્ટ્રીય ખરીદ ગતિવિધિઓ સ્પષ્ટ છે કે અમેરિકામાં વિદેશી ઘરોની ખરીદીમાં વધુ પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો નથી.

સર્વેક્ષણમાં સ્પષ્ટ થઇ ગયું છે કે છેલ્લા 12 મહિનામાં અમેરિકામાં વિદેશીઓએ 68.2 અરબ ડોલર કિંમતની સ્થાવર સંપત્તિ ખરીદી છે, જે ગત નાણાકીય વર્ષ કરતા 14 અરબ ડોલર ઓછી છે, કુલ ખરીદારીનો 51 ટકા હિસ્સો એ લોકોએ ખરીદ્યો છે, જે અમેરિકા બહાર સ્થાઇ નિવાસ છે અને શેષ ખરીદારી એ લોકોએ કરી છે, જે હજુ પણ અમેરિકામાં પ્રવાસી છે અથવા ઓછા સમયના વીઝા પર આવેલા છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે કોણે કેટલા ટકા ખરીદી કરી છે.

કેનેડા

કેનેડા

કેનેડા- 23 ટકા

ચીન

ચીન

ચીન- 12 ટકા

મેક્સિકો

મેક્સિકો

મેક્સિકો- 8 ટકા

ભારત

ભારત

ભારત- 5 ટકા

બ્રિટન

બ્રિટન

બ્રિટન- 5 ટકા

English summary
Buying property worth nearly $3.5 billion in the year ended March 2013, Indians are among top five international real estate buyers in the US, according to the National Association of Realtors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X