મેડિકલની વિદ્યાર્થીનીનું રશિયામાં રોડ અકસ્માતમાં મોત, પાર્થિવ દેહને ભારત લાવવા પ્રયાસ શરૂ
મધ્ય પ્રદેશના મૈહરમાં રહેતા એક પરિવાર માટે રશિયાથી માઠા સમાચાર આવ્યા છે. રશિયામાં રહેતી આ પરિવારની દિકરીનું માર્ગ અકસ્માતમાં મોત થયુ છે.
MBBS માં અભ્યાસ કરતી સૃષ્ટિ શર્માનું રશિયામાં માર્ગ અકસ્માતમાં મોત થયુ છે. સમાચાર મળતા જ પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતી સર્જાઈ છે.

સમાચાર આવ્યા બાદ તેણીના પાર્થિવ દેહને ભારત લાવવા માટે પ્રયાસ શરૂ કરાયા છે. મધ્ય પ્રદેશ સરકારના ગૃહ વિભાગે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.
પરિવારના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે બપોરે બની. તેણી તેના અન્ય 6 મિત્રો સાથે કારમાં ટૂર પર જઈ રહી હતી. રસ્તામાં કારનું વ્હીલ નીકળી જતા સર્જાયો.
કારનો ગેટ ખૂલતાની સાથે જ વિદ્યાર્થીની રોડ પર પટકાઈ અને માથામાં ગંભીર ઈજાને કારણે મોત થઈ ગયુ. તેણીએ સીટ બેલ્ટ બાંધ્યો હોત તો બચી શકતી હતી. કારના ડ્રાઈવર અને અન્ય વિદ્યાર્થીઓને કોઈ ઈજા થઈ નથી.
22 વર્ષીય મૃતક વિદ્યાર્થીની સૃષ્ટિ શર્માના પિતા ડો.રામકુમાર શર્મા મૈહરની જૂની કોલોનીમાં રહે છે. સૃષ્ટિ રશિયાની ઉફાની બશ્કીર યુનિવર્સિટીમાંથી MBBSનો અભ્યાસ કરી રહી હતી. તે ત્રીજા વર્ષની વિદ્યાર્થીની હતી. સૃષ્ટિની જુનિયર ઝોયાએ તેના પિતાને ફોન પર ઘટનાની જાણ કરી હતી.
સૃષ્ટિ તેના માતા-પિતાની એકમાત્ર પુત્રી હતી. પિતા વર્ષોથી મૈહરમાં તેમનું ક્લિનિક ચલાવે છે અને લોકોની સારવાર કરે છે. સૃષ્ટિનું સ્વપ્ન ડૉક્ટર બનવાનું હતું. તેણી અભ્યાસ કરવા માંગતી હતી અને મૈહરમાં તેના પિતાનું ક્લિનિક ચલાવવા માંગતી હતી. તેનો અભ્યાસ આ વર્ષે પૂરો થવાનો હતો.












Click it and Unblock the Notifications
