For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં સુરતના બિઝનેસમેનની હત્યા

|
Google Oneindia Gujarati News

murder
સુરત, 5 નવેંબરઃ યુએસમાં સ્થાયી થયેલા સુરતના બિઝનેસમેનની શનિવારે નેવાર્ક સ્થિત તેમના સ્ટોરમાં ચાકુ વડે હુમલો કરી હત્યા કરવામાં આવી છે. હુમલાખોરો ચોરી કરવાના હેતુસર સ્ટોરમાં ઘુસ્યા હતા.

હેમંત ચૌહાણ (ઉ.વ.58), સુરતના સુમુલ ડેરી રોડની શાંતિનિકેતન સોસાયટીમાં રહે છે. તેમણે યુએસમાં એક વર્ષ પહેલા આ સ્ટોર નાંખ્યો હતો, આ પહેલા તે એ મોટેલમાં કામ કરતા હતા. હેમંત 2001માં યુએસ ગયા હતા.

નેવાર્ક રાજ્યની પોલીસે કહ્યું છે કે એક વ્યક્તિ ચૌહાણના સ્ટોરમાં ઘુસી આવ્યો હતો અને પૈસાની માગ કરવા લાગ્યો હતો. લાંબી દલીલ કરવા છતાં ચૌહાણે પૈસા નહીં આપતા એ વ્યક્તિએ તેમના પર ચાકુ વડે હુમલો કર્યો હતો અને અમુક રકમ લઇને ફરાર થઇ ગયા હતા.

ઇજાગ્રસ્ત હેંમત ચૌહાણને સારવાર અર્થે ક્રિસ્ટિના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા. સુરત ખાતે રહેતો તેમનો પુત્ર પિતાના અંતિમ સંસ્કાર માટે યુએસ જવા રવાના થયો છે. હુમલા સમયે સ્ટોરમાં હાજર હેંમતના પત્ની શોકમાં ગરકાવ થઇ ગયા છે.

સંબધીઓનું કહેવું છે કે, કેટલા રૂપિયાની ચોરી થઇ તે અંગે હજુ જાણી શકાયું નથી કારણ કે ભૂમિકા(હેંમતના પત્ની) હજુ પણ શોકમાં છે.

English summary
A businessmen from surat, who had settled in the US, was killed by robbers in his store in Newark on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X