ડ્રન્ક એન્ડ ડ્રાઇવ કેસઃ NRIને પાંચ વર્ષની સજા

જોકે કોર્ટે તેને નાર્કોટિક ડ્રગ્સ અને સાયકાટિક સબસ્ટેન્સેસ(એનડીપીએસ) એક્ટ લગાવવામાં આવ્યો નથી, પરંતુ પાંચ વર્ષની આકરી જેલની સજા અને પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નૂરિયાને ટૂંક સમયમાં કસ્ટડીમાં મોકલવામાં આવશે, તેની વિરુદ્ધ અન્ડર સેક્શન 304(2) ગેર ઇરાદે હત્યા, મોટર વ્હિકલ એક્ટ અને જાહેર સંપત્તિને નુક્સાન કરવા બદલની કલમ લગાવવામાં આવી છે.
30 જાન્યુઆરી 2010ના રોજ નૂરિયાએ પોતાની એસયુવી કાર નશાની હાલતમા ચલાવીને એક પોલીસમેન અને બાઇક ચાલકને કચડી નાંખ્યા હતા જ્યારે અન્ય ત્રણને ઇજા પહોંચાડી હતી. એ સમયે તેના ડ્રગ્સ અને આલ્કોહોલના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા.












Click it and Unblock the Notifications
