ગુજરાત મૂળના મોટેલ માલિકની અમેરિકામાં હત્યા, ઘટના કેમેરામાં કેદ
NRI in Gujarati: બીલીમોરાના મૂળ બિઝનેસમેન બિનનિવાસી ગુજરાતી (NRG) હેમંત મિસ્ત્રીની અમેરિકામાં હત્યા થઈ હતી. મિસ્ત્રીની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
હેમંત મિસ્ત્રીએ આરોપીઓને તેની મોટેલની બહારથી સામાન લઈ જવાનું કહ્યું હતું, ત્યાર બાદ હેમંત મિસ્ત્રીની હત્યા કરવામાં આવી હતી. બીલીમોરાના ગૌરાબાગ મૂળના હેમંત મિસ્ત્રી બે દાયકા પહેલા અમેરિકામાં સ્થાયી થયા હતા.
અત્રે નોંધનીય બાબત છે કે, 59 વર્ષીય હેમંત મિસ્ત્રી ઓક્લાહોમામાં મોટેલ બિઝનેસ ચલાવતા હતા. હેમંત મિસ્ત્રીએ 100 થી વધુ મોટેલ્સ સ્થાપી હતી.
ઓક્લાહોમામાં ગત સપ્તાહના અંતે હેમંત મિસ્ત્રીનું તેમના મોટેલ પાર્કિંગમાં એક અજાણી વ્યક્તિ તરફથી ઘાતક મુક્કો લાગવાથી મૃત્યુ થયું હતું.

હેમંત મિસ્ત્રીએ હુમલાખોર, 41 વર્ષીય રિચાર્ડ લુઈસનો સામનો કર્યો અને તેને મિલકત છોડવા કહ્યું હતું. લુઈસે હેમંત મિસ્ત્રીને મુક્કો માર્યો, જેના કારણે તે ભાંગી પડ્યો અને સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો.
સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવા છતાં, હેમંત મિસ્ત્રીએ તેમની ઇજાઓથી દમ તોડ્યો હતો. આ ઘટના I-40 અને મેરિડિયન એવન્યુ નજીક 22મી જૂને રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. ઘટના બાદ ઓક્લાહોમા પોલીસે તરત જ લુઈસની ધરપકડ કરી હતી.












Click it and Unblock the Notifications
