For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાની બેંક બહાર ગુજરાત મૂળના વ્યક્તિની હત્યા કરી લૂંટ

અમેરિકાની બેંક બહાર ગુજરાત મૂળના વ્યક્તિની હત્યા કરી લૂંટ

|
Google Oneindia Gujarati News

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. સોમવારે રાતે લૂંટારૂઓએ એક NRIની ગોળી મારી હત્યા હત્યા કરી. મૃતકની ઓળખ 45 વર્ષીય અમિત પટેલ તરીકે થઈ છે, જેઓ ગુજરાતના ખેડા જિલ્લાના રહેવાસી છે. છેલ્લા ઘણા વર્ષોથી અમિત પટેલ અમેરિકામાં રહેતા હતા.

robbery

ઈન્ડિયન એક્સપ્રેસ સમાચાર પત્રએ કોલમ્બસ પોલીસ ડિપાર્ટમેન્ટના સ્ટેટમેન્ટનો સોર્સ આપતા જણાવ્યું કે બુએના વિસ્ટા રોડ પર આવેલ સિનોવસ બેંકની બહાર અજાણ્યા શખ્સે અમિતભાઈ પટેલને ગોળી મારી હત્યા કરી નાખી.

અમેરિકી પોલીસના જણાવ્યા મુજબ હત્યારો ઘટના બાદ અમિત પટેલના રૂપિયા લૂંટી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. હાલ પોલીસ લૂંટફાટના કેસ તરીકે આ કેસની તપાસ કરી રહી છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ અમિત પટેલ બુએના વિસ્ટા રોડ પર એક ગેસ સ્ટેશન ધરાવે છે. જ્યારે તેઓ બેંકમાં પૈસા જમા કરાવવા જઈ રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારી હત્યા કરીને તેમને લૂંટી લેવામાં આવ્યા હતા.

સોમવારે જ્યારે આખો પરિવાર અમિત પટેલની દીકરીના ત્રીજા જન્મદિવસની ઉજવણીની તૈયારીઓમાં હતો ત્યારે આ ઘટનાથી આખા પરિવાર પર આફતનો પહાડ તૂટી પડ્યો.

કથિત લૂંટારાએ પટેલની હત્યા કરી તે પહેલાં તે બેંક અને પૂર્વ કોલંબસ પોલીસ વિભાગની ઓફિસમાં આવેલી બિલ્ડિંગમાં પ્રવેશ્યો હતો. ઈમરજન્સી ડટક્ટરોએ તેમને ઘટના સ્થળે જ મૃત ઘોષિત કરી દીધા હતા.

English summary
NRI shot dead and robbed out side of Synovus Bank in america
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X