• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    NRI નર્સનું મોતઃ તપાસમાં મદદ કરશે રેડિયો સ્ટેશન

    |
    nurse-Dead
    લંડન, 10 ડિસેમ્બરઃ ઓસ્ટ્રેલિયન રેડિયો સ્ટેશનના માલિકોએ કિંગ એડવર્ડ હોસ્પિટલને વિશ્વાસ અપાવ્યો છે કે, તે આ મામલે તપાસ કરવામાં સહયોગ કરશે. નોંધનીય છે કે આ રેડિયો સ્ટેશન દ્વારા કરવામાં આવેલા ખોટા કોલના કારણે એક ભારતીય મૂળની નર્સે આત્મહત્યા કરી લીધી હતી.

    એક અહેવાલ અનુસાર સદર્ન ક્રૉસ આસ્ટેરિયોના બોર્ડે હોસ્પિટલ દ્વારા મોકલવામાં આવેલા પત્ર પર વિચાર-વિમર્શ કર્યો છે. તેમના અધ્યક્ષ મૈક્સ મૂર વિલ્ટને એક પત્રમાં કિંગ એડવર્ડ હોસ્પિટલના અધ્યક્ષને આશ્વાસન આપ્યું છે કે તેમની કંપની તપાસમાં પુરતો સહયોગ કરશે.

    પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે બધા છેલ્લા કેટલાક દિવસોમાં ઘટેલી ઘટનાઓથી દુઃખી છે. હાલના સમયે આ અંગે વઘારે માહિતી મેળવવી એ ઉતાવળ્યું પગલું કહેવાશ અને અમે પણ તપાસના પરીણામોને લઇને ઉત્સુક છીએ. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે તપાસને પુરતો સહયોગ આપીશું. વિલ્ટને તેમને ત્વરિત કાર્યવાહી કરવા અને પ્રસારણની પ્રક્રિયાની સમીક્ષા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

    ભારતીય મૂળની નર્સ જેસિંથા સલ્દાન્હા રેડિયો સ્ટેશન દ્વારા કરવામાં આવેલા એક ખોટા ફોન કોલના ત્રણ દિવસ બાદ મૃત અવસ્થામાં મળી આવી હતી. આ ફોન કોલ દરમિયાન રેડિયો જોકીએ તેમને ગર્ભવતી ડચેસ ઓફ કેંબ્રિજ કેટના સ્વાસ્થ્ય અંગે જાણકારી માંગી હતી. સલ્દાન્હાની આત્મહત્યા અંગેની તપાસના ખુલાસાઓ ટૂંક સમયમાં આવશે.

    English summary
    The owners of the Australian radio station that carried out the prank call which apparently led to an Indian origin nurse's suicide have assured the King Edward VII's Hospital that the company will cooperate with it in any investigation into the matter.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more