For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્બ્સની 'વિમેન ચેન્જિંગ ધ વર્લ્ડ'માં ભારતીય

By Super
|
Google Oneindia Gujarati News

Reshma Saujani
ન્યુયોર્ક, 04 ઑક્ટોબરઃ ફોર્બ્સ મેગેઝીન દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી એક યાદીમાં ભારતીય મૂળની રેશમા સૌજાનીને સ્થાન આપવામાં આવ્યું છે. 'વિમેન ચેન્જિંગ ધ વર્લ્ડ' નામની યાદીમાં તેનો સમાવેશ તેના 'ગર્લ વ્હુ કોડ' પ્રોગ્રામ બદલ કરવામાં આવ્યો હતો. જેમાં તેણે યુવતીઓને વચન આપ્યું હતું કે તેઓ આવતીકાલની એન્જિનિયરીંગ અને ટેક્નોલોજીની સુપરસ્ટાર્સ હશે.

સૌજાનીએ યેલે લો સ્કૂલમાંથી જે.ડી. થઇ છે. તેણે 2004ની પ્રમુખપદની ચૂંટણી દરમિયાન 'સાઉથ એશિયન ફોર કેરી'ની શોધ કરી હતી અને 2008માં જ્યારે ક્લિન્ટન પ્રમુખ પદનું કેમ્પેન ચલાવી રહ્યાં હતા ત્યારે તે હિલેરી ક્લિન્ટન માટે નેશનલ ફાઇનાન્સ બોર્ડમાં હતી.

સપ્ટેમ્બર 2012 દરમિયાન પણ રેશમાના નામનો સમાવેશ '40 અન્ડર 40' કરવામાં આવ્યો હતો. એ સમયે તેના નામનો સમાવેશ એ માટે કરવામાં આવ્યો હતો કે તે ન્યુયોર્ક સિટી પોલિટિક્સની યુવા સભ્ય હતી.

English summary
Indian American Reshma Saujani's name in Forbes Magazines women changing the world list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X