USમાં શીખ પર હુમલો, ઉતારી પાઘડી અને કાપ્યા વાળ
અમેરિકામાં 41 વર્ષના આઈટી એક્સપર્ટ માનસિંહ ખાલસા પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાવરોએ તેમની આખો ને નુકશાન પહોચાડ્યું અને સાથે સાથે ધાર્મિક ભાવનાઓને આહટ કરતા તેમની પાઘડી ઉતારીને ચપ્પાથી તેમના વાળ કાપી નાખ્યા હોવાના અહેવાલ છે.
કેલિફોર્નિયામાં રહેતા માનસિંહ ખાલસા કામથી ઘરે આવી રહ્યા હતા. ત્યાર જ રસ્તામાં કેટલાક લોકોએ તેમની કાર પર દારૂની બોટલ ફેંકી. ઘટનાસ્થળ પર રોકાયા વગર તેઓ આગળ જતા રહ્યા. ત્યારે હુમલાખોરોએ તેમનો પીછો કર્યો.

માનસિંહ ખાલસાએ જણાવ્યું કે 20 થી 30 વર્ષની ઉમર ના 5-6 યુવકો તેમની પાછળ આવ્યા અને ગાળો આપવાની ચાલુ કરી દીધી અને તેમની સાથે મારપીટ પણ ચાલુ કરી. આ હુમલામાં તેમના હાથ, આંખ અને દાંતને નુકશાન થયું છે.
ખાલસાને આંખ, હાથ અને દાંતમાં ઈજા આવી છે. સિવિલ રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા શીખ પર કરવામાં આવેલા હુમલાની તપાસ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
