અમેરિકમાં શિખ પરિવારના ચાર સભ્યોનું રહસ્યમય મોત

પોલીસના જણાવ્યા અનુસાર 12 વર્ષિય સરતાજ અને પાંચ વર્ષિય ગુરતેજની ગળા પર ધારદાર હથિયાર મૂકીને કાપીને હત્યા કરવામાં આવી જ્યારે તેની મા દમનજીત કૌરને માથામાં જોરદાર હુમલો કરવાથી તેમનું મોત નિપજ્યું હતું.
પોલીસને જોન્સ ક્રીક સ્થિત ઘરમાંથી પરિવારના મોભી શિવેન્દર સિંહ ગ્રોવરનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. જોન્સ ક્રીક પોલીસના પ્રમુખ એડ ડેન્સમોરે જણાવ્યું કે આ ખુબ જ ખરાબ છે. જ્યારે બાળકોનું મોત થાય છે તો એ હૃદય દ્રાવક હોય છે.
પોલીસે જણાવ્યું કે હજી ઘટનાની તપાસ ચાલી રહી છે આ ઘટના પાછળના કારણો સુધી પહોંચવા તપાસ હાથ ધરાઇ છે. શિવેન્દર ગ્રોવરે મિશિગન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો ત્યાર બાદ અટલાન્ટામાં એક કંપનીમાં અધિકારી હતા.












Click it and Unblock the Notifications
