For Daily Alerts

ભારતીય મૂળની વિદ્યાર્થિનીઓએ અમેરિકામાં સાહિત્યિક સામાયિક શરૂ કર્યું
કેલિફોર્નિયા, 14 સપ્ટેમ્બર : યુએસએના કેલિફોર્નિયા પ્રાંતમાં આવેલી પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની વ્હારટોન સ્કૂલની ભારતીય મૂળની 2 વિદ્યાર્થિનીઓએ તેમની અન્ય બે મિત્રો સાથે મળીને સાહિત્યિક માસિક સામાયિક શરૂ કર્યું છે. આ સામાયિકમાં શાળાના વિદ્યાર્થીઓ તેમના વિચારો, કલા તથા લખાણો રજૂ કરે છે.
જૂન 2011થી શરૂ કરવામાં આવેલા સામાયિકના એડિટર તરીકે ભારતીય મૂળના હીમા રાજના છે. જ્યારે સહસંસ્થાપક તરીકે રૂપા શંકર છે. અન્ય બે અમેરિકન વિદ્યાર્થિનીઓમાં કિમ્બર્લી ટાન અને હિરોકો નિક્સનો સમાવેશ થાય છે.
આ સામાયિકમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓના સર્જનાત્મક લખાણો તથા કલાકૃતિઓને સ્થાન આપવામાં આવે છે. ઉપરોક્ત સામાયિક શરૂ કરવામાં વિદ્યાર્થિનીઓને ડિસ્ટ્રીક્ટ 1ની સેન જોસ યુથ એડવાઇઝરી કાઉન્સિલનો સહયોગ મળ્યો છે.
Comments
English summary
Two Indian origin girl students with thair friends starts literary magazin in Pennsylvania.
Story first published: Friday, September 14, 2012, 19:04 [IST]