કોણ છે ભારતીય મુળની અચિંત્ય શિવલિંગમ? જેની અમેરિકામાં ઈઝરાયેલ વિરોધી પ્રદર્શનો માટે ધરપકડ કરવામાં આવી
અમેરિકામાં ઈઝરાયેલ વિરોધી પ્રદર્શનો જોર પકડી રહ્યા છે. આ પ્રદર્શનોમાં ભારતીય મુળની વિદ્યાર્થીનીની ધરપરડ કરવામાં આવી છે.
અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. આ વિદ્યાર્થી પર ઈઝરાયેલનો વિરોધ કરતા પેલેસ્ટાઈનને સમર્થન કવાનો આરોપ છે.

ભારતીય મૂળની આ વિદ્યાર્થીની અમેરિકાની પ્રતિષ્ઠિત પ્રિન્સટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થી સામે શિસ્તભંગના પગલાં પણ લીધા છે.
યુનિવર્સિટીના પ્રવક્તાએ કહ્યું કે, આ વિદ્યાર્થીની અચિંત્ય શિવલિંગન છે, જેનો જન્મ તમિલનાડુના કોઈમ્બતુરમાં થયો હતો અને તેણી સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીનીને યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવામાં આવી છે.
લગભગ 100 સ્નાતક વિદ્યાર્થીઓએ મેકકોશ કોર્ટયાર્ડમાં બેઠક શરૂ કરી, જે સમગ્ર દેશમાં પેલેસ્ટિનિયન તરફી બેઠકોની શરૂઆતને ચિહ્નિત કરે છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે કોલેજો ઇઝરાયેલ સાથેના તેમના નાણાકીય સંબંધો તોડી નાખે અને ગાઝામાં યુદ્ધને વેગ આપતી કંપનીઓથી છૂટી પડે.
જણાવી દઈએ કે વિદ્યાર્થીઓના નેતૃત્વમાં પેલેસ્ટાઈન તરફી દેખાવકારોએ મેકકોશ કોર્ટયાર્ડમાં કેમ્પ લગાવ્યો છે. યુનિવર્સિટીના અધિકારીઓની ચેતવણીને પગલે પ્રિન્સટનના બે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ બે વિદ્યાર્થીઓમાં અચિન્ત્ય શિવલિંગમ જીએસ અને હસન સૈયદ જીએસ પ્રથમ ટેન્ટ લગાવ્યાની છ મિનિટમાં ધરપકડ કરવામાં આવી. યુનિવર્સિટીના પ્રવક્તા જેનિફર મોરિલે જણાવ્યું કે બે સ્નાતક વિદ્યાર્થીઓ શિસ્તભંગના પગલાંને પાત્ર છે અને તેમને કેમ્પસમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
મોરિલે જણાવ્યું કે, ધરપકડ કરતી વખતે સુરક્ષા અધિકારીઓ દ્વારા કોઈ બળનો ઉપયોગ કરવામાં આવ્યો ન નથી.












Click it and Unblock the Notifications
