65 વિદ્યાર્થીઓને અબ્રોડ સ્ટડી માટે કેસી મહિન્દ્રા સ્કોલરશિપ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ મળી
65 વિદ્યાર્થીઓને અબ્રોડ સ્ટડી માટે કેસી મહિન્દ્રા સ્કોલરશિપ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ મળી
મુંબઈ, 13 જુલાઈ, 2021: કે સી મહિન્દ્રા સ્કોલરશિપ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ એબ્રોડ (વિદેશમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે કે સી મહિન્દ્રા સ્કોલરશિપ) ચાલુ વર્ષે 65 વિદ્યાર્થીઓને મળી છે. કુલ 1812 અરજીઓમાંથી 106 ઉમેદવારોને 6 જુલાઈ, 2021ના રોજ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યાં હતાં.

કે સી મહિન્દ્રા એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના વર્ષ 1953માં દેશમાં સાક્ષરતા અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે થઈ હતી. અત્યાર સુધી 103.5 મિલિયન ડોલરની સ્કોલરશિપ આપવામાં આવી છે, જેનો લાભ 5,00,000થી વધારે લાયકાત ધરાવતા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મળ્યો છે. આ સ્કોલરશિપ અંતર્ગત સ્કૂલ પછી ટ્યુશન સપોર્ટ અને નાણાકીય સહાય ઉપરાંત આજીવિકા તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવામાં આવે છે.
કે સી મહિન્દ્રા સ્કોલરશિપ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ એબ્રોડ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત પ્રથમ સ્કોલરશિપ હતી અને 1500થી વધારે વિદ્યાર્થીઓને એનાયત થઈ છે. સ્કોલરશિપ વર્ષ 1956થી લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને વ્યાજમુક્ત લોન સ્વરૂપે આપવામાં આવે છે. કેટલાંક KCMET સ્કોલર્સે પથપ્રદર્શક સંશોધન કર્યા છે અને પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં શિક્ષણ આપે છે તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ, કમર્શિયલ અને નાણાકીય સંસ્થાઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કાર્યરત છે. ઉપરાંત કેટલાંક સ્કોલર્સ ગુણવત્તાયુક્ત હેલ્થકેર અને કાયદાકીય સેવાઓ પ્રદાન કરે છે તથા આઇટી, બાયોટેકનોલોજી, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવા વિકસતા કમ્પ્યુટિંગ ક્ષેત્રોમાં કાર્યરત છે.
ચાલુ વર્ષે સ્કોલરશિપ પ્રાપ્ત કરનાર 65 સ્કોલર દેશના વિવિધ વિસ્તારોમાંથી સામેલ છે, જેમાં અમદાવાદ, અલાપુઝા, અનંતપુર, બેંગાલુરુ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, ફરિદાબાદ, ગુરગાંવ, ગ્વાલિયર, ગુન્તુર, હાથરસ, હૈદરાબાદ, મુંબઈ, ઇન્દોર, જયપુર, જોધપુર, કોલકાતા, લખનૌ, મેદચલ, નવી દિલ્હી, પટણા, પૂણે, ઉડુપી, વડોદરા અને વારાણસી સામેલ છે.
પસંદ થયેલા ઉમેદવારોમાંથી 26 આઇઆઇટીના ગ્રેજ્યુએટ અને બાકીના અન્ય ટોચની સંસ્થાઓના ગ્રેજ્યુએટ સામેલ છે, જેમાં બિટ્સ પિલાની, નેશનલ લૉ સ્કૂલ ઓફ ઇન્ડિયા, લેડી શ્રી રામ કોલેજ, સેન્ટ ઝેવિયર્સ કોલેજ, સેન્ટ સ્ટિફન્સ કોલેજ અને સર જે જે કોલેજ ઓફ આર્કિટેક્ચર સામેલ છે. ઉમેદવારોએ વિદેશોમાં ઊંચું રેન્કિંગ ધરાવતી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં હાર્વર્ડ યુનિવર્સિટી, સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટી, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કાર્નેગી મેલન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલી, જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, લંડન બિઝનેસ સ્કૂલ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ સામેલ છે.
ટોચના ત્રણ સ્કોલરને દરેકને રૂ. 8 લાખની સ્કોલરશિપ મળશે અને બાકીના દરેકને રૂ. 4 લાખની સ્કોલરશિપ મળશે. ભારતમાં પ્રતિભાશાળી અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સક્ષમ બનાવવાના ઉદ્દેશ સાથે ચાલુ વર્ષે કુલ રૂ. 2.72 કરોડની સ્કોલરશિપ આપવામાં આવી છે. સ્કોલર્સ કમ્પ્યુટર સાયન્સ, એન્જિનીયરિંગ, એમબીએ, આર્કિટેક્ચર, ડિઝાઇન, લૉ, પબ્લિક પોલિસી, એજ્યુકેશન અને ઇકોનોમિક્સ જેવી શાખાઓમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન કરશે.
પસંદગી સમિતિમાં પ્રસિદ્ધ લીડર સામેલ હતા, જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ચેરમેન એમેરિટસ કેશુબ મહિન્દ્રા; મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રા; મહિન્દ્રા ઇન્ટરટ્રેડ લિમિટેડના ચેરમેન ભારત દોશી; બ્રિસ્ટલકોનના ચેરમેન ઉલ્હાસ યાર્ગોપ; આઇએસડીઆઇ એન્ડ આઇએસએમઇના પ્રેસિડન્ટ અને ચેર ડો. (શ્રીમતી) ઇન્દુ શાહાની; ગ્લોબલ સ્ટ્રેટેજી મેનજેમેન્ટ કન્સલ્ટન્ટ એન્ડ ચેન્જ મેનેજમેન્ટ એક્ષ્પર્ટના સીઇઓ એડવાઇઝર રંજન પંત; મુરુગપ્પા ગ્રૂપના પૂર્વ ચેરમેન એમ એમ મુરુગપ્પન; નિઆનામાં પાર્ટનર લીના લાબ્રૂ; મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડની FaaSના સ્ટ્રેટેજી માર્કેટિંગ અને ઓપરેટિંગ એક્સલન્સના હેડ ઐશ્વર્યા રામાક્રિષ્નન; અને મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન ઇએ શ્રુતિ અગ્રવાલ સામેલ હતા, જેમણે બે દિવસ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા.
મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સ્કોલરશિપ પ્રોગ્રામ પર કહ્યું હતું કે, "વૈશ્વિક પરિવર્તનના મુખ્ય પરિબળો 21મી સદીમાં દુનિયાને નવી દિશા આપી રહ્યાં છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રએ અને તાજેતરમાં મહામારીએ ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન કર્યું છે. KCMET અને મહિન્દ્રા પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે નાણાકીય તક પ્રદાન કરવા સક્ષમ છે. છેવટે આપણો લક્ષ્યાંક તેમને વૈશ્વિક કારકિર્દીમાં આશાસ્પદ ભવિષ્ય હાંસલ કરવાની તેમની સફરમાં મદદ કરવાનો છે."
સ્કોલરશિપ મેળવનાર અને પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વડોદરાના મૈત્રય શાહે કહ્યું હતું કે, "ચાલુ વર્ષે ટોપ-3 કેસી મહિન્દ્રા સ્કોલરશિપ મેળવનાર સ્કોલરમાં સ્થાન મેળવીને હું ગૌરવ અનુભવું છું. દાયકાઓનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્કોલર્સ સમુદાયમાં સામેલ થવાથી હું ખુશ છું. રસપ્રદ અને રોમાંચક પસંદગી પ્રક્રિયાએ મને દેશના વિવિધ ક્ષેત્રોના કેટલાંક દિગ્ગજો સાથે જોડાવાની વિશિષ્ટ તક આપી હતી. પસંદગી સમિતિ અને ટ્રસ્ટના મેનેજમેન્ટની સાલસતાએ સંપૂર્ણ પ્રક્રિયામાં મદદ કરી છે. ટ્રસ્ટે અભ્યાસ કરવાની મારી આકાંક્ષાઓને પાંખો આપી છે અને મારી સંપૂર્ણ ક્ષમતા સાથે તેમના વિશ્વાસ પર ખરી ઉતારવાનો પ્રયાસ કરીશ તેમજ અક્ષમતા, કાયદો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મારી કામગીરીથી તેમને ગર્વ થશે. કે સી મહિન્દ્રા સ્કોર તરીકે મારી પસંદગી કરવા બદલ હું ટ્રસ્ટની આભારી છું."
સ્કોલરશિપ મેળવવામાં ધર્મશાલાની જિગ્યાસા લાબ્રૂ સામેલ છે. તેમણે હાર્વર્ડ ગ્રેજ્યુએશન સ્કૂલ ઓફ એજ્યુકેશનમાં પ્રવેશ મેળવ્યો છે. તેમણે કહ્યું હતું કે, "હું વર્ષ 2021 માટે કે સી મહિન્દ્રા ફેલો તરીકે ગર્વ અને આનંદની લાગણી અનુભવુ છું. સ્કોલરશિપથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. વળી એનાથી મારી માન્યતા દ્રઢ થઈ છે કે, ભારતની સમસ્યાઓનું સમાધાન કરવા વૈશ્વિક-સ્તરની કુશળતા લાવવા વધારે યુવાન લોકોની જરૂર છે. સ્કોલરશિપથી શિક્ષણ મેળવવાની મારી સફરને મદદ મળશે. હાર્વર્ડમાં અભ્યાસ કરવાનો મારો ઉદ્દેશ ડિગ્રી લેવાનો નથી, પણ બાળકોનો અવાજ રજૂ કરવા માટે સલામત જગ્યાઓ ઊભી કરવાના મારા કામ માટે તકો ઊભી કરવાનો છે. સ્કોલરશિપ લાંબા ગાળે એ સુનિશ્ચિત કરશે કે મેં નાણાના અભાવે જીવનમાં પરિવર્તન લાવતી તક ગુમાવી નથી."
કે સી મહિન્દ્રા સ્કોલરશિપ્સ પર વધારે વિગત મેળવવા વેબસાઇટ જુઓઃ www.kcmet.org












Click it and Unblock the Notifications
