ફ્રાઈડ ચિકન એકદમ ક્રિસ્પી બનાવવા માટે ફૉલો કરો આ ટીપ્સ
ફ્રાઈડ ચિકનને બહારની રેસ્ટોરાં જેવુ ક્રિસ્પી બનાવવા માટે આજે અમે તમને અમુક સિક્રેટ ટીપ્સ આપીશુ. આવો જાણીએ આ ટીપ્સ..
ફ્રાઈડ ચિકન લોકોની મનગમતી રેસિપી છે. તેમાંય એકદમ ક્રિસ્પી ચિકન ખાવા માટે ઘણી વાર લોકો બહારથી ઑર્ડર કરતા હોય છે. ઘરમાં લોકો ચિકન બનાવે છે પરંતુ તેમાં બજાર જેવો સ્વાદ નથી હોતો અને બહાર જેટલુ ક્રિસ્પી પણ નથી બનતુ. ઘણી વાર ચિકનમાં તેલ એટલુ ભરાઈ જાય કે તેનો સ્વાદ બગડી જાય છે. જો તમારી સાથે પણ આવુ જ કંઈક બનતુ હોય તો આ ટિપ્સ ફૉલો કરીને ચિકનને ક્રિસ્પી અને બજાર જેવા સ્વાદનુ બનાવો.

ચોખાના લોટનો ઉપયોગ
ચિકનને મેરીનેટ કરવા માટે જે બેટર તૈયાર કરો તેમાં ચોખાના લોટનો ઉપયોગ કરો. જેને બાઈન્ડ કરવા માટે થોડો ચણાનો લોટ લો. આનાથી ચિકન ક્રિસ્પી બનશે. તમે ઈચ્છો તો ચોખાના લોટમાં ચિકનને કોટ કરીને રોસ્ટ કરી શકો છો.
તેલની ગરમીનુ રાખો ધ્યાન
ચિકનને તળવા માટે યોગ્ય તાપમાન હોવુ જોઈએ. જો તેલ ઠંડુ કે ગરમ તાપમાનવાળુ હશે તો ચિકન તેલને શોષી લેશે. જેનાથી સ્વાદ ખરાબ થઈ જાય છે. ચિકનને તળતી વખતે તેલનુ તાપમાન મીડિયમ હોવુ જોઈએ, જેનાથી ચિકન અંદર સુધી ચડી જાય.
ચિકનમાં મીઠુ નાખો
ચિકનને તળતી વખતે તેલમાં મીઠુ નાખી દો. આ ઘણી સારી ટ્રિક છે. આનાથી ચિકન ઓછુ તેલ શોષે છે અને સારી રીતે ફ્રાય પણ થઈ જાય છે.












Click it and Unblock the Notifications
