ફેસ્ટીવ સિઝનમાં નકલી માવો ખાવાથી બચો, ઘરે જ બનાવો ખોયા
જો તમે શુદ્ધ અને મિલાવટ વિનાનો માવો ખાવા ઈચ્છતા હોય તો સારુ રહેશે કે તમે આ ઘરે જ બનાવો. આવો જાણીએ કેવી રીતે ઘરે માવો બનાવશો.
ફેસ્ટીવ સિઝન શરૂ થઈ ચૂકી છે. આ સાથે જ દરેક ઘરમાંથી મિઠાઈની મહેક આવવી શરૂ થઈ ચૂકી છે. મિઠાઈ વિના તહેવારેની મિઠાશ અધૂરી રહી જાય છે. મિઠાઈની વાત થઈ તો માવાના ઉલ્લેખ વિના આ વાત અધૂરી રહી જશે. લગભગ દરેક મિઠાઈ બનાવવામાં માવાનો ઉપયોગ કરવામાં આવે છે. તહેવારોમાં આ કારણે માવાની ડિમાન્ડ વધી જાય છે અને આ સમયે બજારમાં મિલાવટી માવો પણ બહુ મળે છે. જો તમે શુદ્ધ અને મિલાવટ વિનાનો માવો ખાવા ઈચ્છતા હોય તો સારુ રહેશે કે તમે આ ઘરે જ બનાવો. આવો જાણીએ કેવી રીતે ઘરે માવો બનાવશો.

આ દિવાળી ઘરે જ બનાવો શુદ્ધ દેશી માવો
સામગ્રી - 1 લિટર ફૂલ ક્રીમ દૂધ
માવો બનાવવા માટે સૌથી પહેલા ફૂલ ક્રી દૂધ લો.
એક લિટર દૂધમાં લગભગ 250 ગ્રામ માવો બનશે.
હવે મધ્યમ આંચ પર એક કડાઈ મૂકો તેમાં 1 લિટર ફૂલ ક્રીમ દૂધ નાખીને મોટા ગેસમાં ઉકાળો.
જ્યારે દૂધમાં ઉકાળો આવી જાય તો આંચ મધ્યમ કરીને તેમાં એક ચમચાથી સતત હલાવતા રહો.
ધીમે ધીમે દૂધ જાડુ થવા લાગે તો તેને સતત નીચેથી પણ બરાબર હલાવતા રહો જેથી તે કડાઈમાં ચોંટી ના જાય.
જ્યારે દૂધ સંપૂર્ણપણે સૂકાઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. પછી તેનો મિઠાઈ બનાવવા માટે ઉપયોગ કરો. આ ઉપરાંત માવાને કેટલો જાડો કરવો છે, સૂકવવો છે તે મિઠાઈના હિસાબથી બનાવો. જો ગુલાબજાંબુ બનાવવા માટે જોઈએ તો તેને ચીકણો રાખો, લાડવા માટે સૂકો અને કડક બનાવો.

આ રીતે ચકાસો માવો
જો તમે માર્કેટથી માવો ખરીદી રહ્યા હોય તો આ રીતે તમે નકલી અને અસલી માવામાં ફરક ઓળખી શકો છો.

રગડીને જુઓ
માવો કે ખોયાને તમે પોતાના અંગૂઠાના નખ પર રગડો, જો તે અસલી હોય તો તેમાંથી ઘીની સુગંધ આવશે અને સુગંધ લાંબો સમય રહેશે, હથેળી પર ખોયાની ગોળી બનાવો. જો તે ફાટવા લાગે તો સમજો કે માવો નકલી છે અથવા તેમાં મિલાવટ છે.

આયોડિન સોલ્યુશન નાખો
2 ગ્રામ માવાને 5 મિલીલિટર ગરમ પાણીમાં મિક્સ કરો અને તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેમાં આયોડિન સોલ્યુશન નાખો. જો ખોયા નકલી હશે તો તેનો રંગ વાદળી થઈ જશે.

ચાખીને માલુમ કરો
ચાખીને પણ તમે નકલી અને અસલી માવાનો ફરક માલુમ કરી શકો છો. અસલી માવો ચીકણો નથી હોતો. ચાખવા પર જો માવાનો સ્વાદ કસાયેલો આવે તો માવો નકલી હોઈ શકે છે.












Click it and Unblock the Notifications
