keyboard_backspace

Sardar Patel birth anniversary : જાણો સરદાર પટેલના જીવનની કેટલીક ખાસ વાતો

Sardar Patel birth anniversary : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2014 માં રાષ્ટ્રીય એકતા દિવસની શરૂઆત કરવામાં આવી હતી.

Google Oneindia Gujarati News

Sardar Patel birth anniversary : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2014 માં રાષ્ટ્રીય એકતા દિવસની શરૂઆત કરવામાં આવી હતી. નોંધનીય બાબત છે કે, આઝાદી બાદ દેશને એક સુત્રમાં બાંધનારા સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદી બાદ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ હતા.

sardar patel

આજે દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. જેની શરૂઆત વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જાણો સરદાર પટેલના જીવન વિશેની 8 રસપ્રદ વાતો...

  • સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1875ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો.
  • સરદાર વલ્લભભાઈ પટેલે લંડનથી બેરિસ્ટરનો અભ્યાસ કર્યો હતો.
  • સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થઈને સરદાર પટેલ આઝાદીની લડાઇમાં જોડાયા હતા.
  • 1928માં બારડોલી સત્યાગ્રહમાં ખેડૂત આંદોલનનું નેતૃત્વ સરદાર પટેલે કર્યું હતું.
  • સરદાર પટેલે 562 નાના-મોટા રજવાડાઓને ભારતીય સંઘમાં જોડ્યા હતા.
  • સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર (વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા) સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ગુજરાતમાં નર્મદાના સરદાર સરોવર ડેમની સામે કરવામાં આવ્યું છે.
  • સરદાર પટેલનું નિધન 15 ડિસેમ્બર, 1950ના રોજ મુંબઈમાં થયું હતું.
  • 1991માં સરદાર પટેલને મરણોપરાંત ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' એનાયત કરવામાં આવ્યો હતો.
English summary
Sardar Patel birth anniversary : know some untold fact about Sardar Patel
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X