For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોઃ જયપુરમાં પણ ધોવાઇ ટીમ ઇન્ડિયા, કાંગારુની આતશબાજી

|
Google Oneindia Gujarati News

જયપુર, 16 ઓક્ટોબરઃ પુણેમાં શ્રેણીની પ્રથમ વનડે હાર્યા બાદ એવું લાગી રહ્યું હતું, કે ટીમ ઇન્ડિયા જયપુરમાં ધમાકેદાર પ્રદર્શન કરશે. ખાસ કરીને બોલિંગ સેક્ટરમાં, પરંતુ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ભારત સામે જે વિશાળકાય લક્ષ્યાંક મુક્યો છે, તેનાથી ફરીથી ભારતીય ક્રિકેટ ટીમની નબળી બોલિંગ ક્રિકેટ વિશ્વની આંખોમાં ખૂંચવા લાગી છે. બેટિંગ ક્ષેત્રે ભારત ગમે તેટલું મજબૂત હોય પરંતુ બોલિંગ હંમેશા ભારત માટે એક નબળું પાસુ રહ્યું છે.

જયપુરમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરતા ભારત સામે 360 રનનો લક્ષ્યાંક મુક્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી હોજે 83, બેલીએ અણનમ 92 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત ફિંચે 50 અને વોટ્સન 59 અને મેક્સવેલે 53 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી માત્ર વિનય કુમાર જ થોડોક સફળ રહ્યો હતો અને તેણે બે વિકેટ લીધી હતી જ્યારે આર અશ્વિને એક વિકેટ લીધી હતી. ભારતની બોલિંગની વાત કરીએ તો ભુવનેશ્વર કુમારે 10 ઓવરમાં 54, ઇશાંત શર્માએ નવ ઓવરમાં 70, વિનય કુમારે નવ ઓવરમાં 73, જાડેજાએ 10 ઓવરમાં 72, અશ્વિને 8 ઓવરમાં 50 અને યુવરાજ સિંહે 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. આમ જયપુરમાં ભારતની બોલિંગ ફરી કંગાળ રહી હતી. અહીં તસવીરો થકી ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દર્શાવવામાં આવી છે.

શેન વોટ્સનના 59 રન

શેન વોટ્સનના 59 રન

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન શેન વોટ્સને 53 બોલમાં ત્રણ છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી 59 રન ફટકાર્યા હતા. તે વિનય કુમારની ઓવરમાં ઇશાંત શર્માના હાથે ઝલાઇ ગયો હતો.

યુવરાજે ચાર ઓવરમાં આપ્યા 35 રન

યુવરાજે ચાર ઓવરમાં આપ્યા 35 રન

પુણે ખાતે બોલિંગમાં સફળ રહેલા યુવરાજનો જાદૂ જયપુરમાં ચાલ્યો નહોતો યુવરાજ સિંહે ચાર ઓવરમાં 35 રન આપ્યા હતા.

ફિલ હોજના 83 રન

ફિલ હોજના 83 રન

ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ફિલ હોજે શાનદાર બેટિંગ કરતા 103 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 83 રન ફટકાર્યા હતા. તે અશ્વિનની ઓવરમાં ધોનીના હાથે ઝલાઇ ગયો હતો.

ઓરોન ફિંચની અડધી સદી

ઓરોન ફિંચની અડધી સદી

ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન એરોન ફિંચે 53 બોલનો સામનો કરીને સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન ફટકાર્યા હતા.

સુરેશ રૈનાએ કર્યો ફિંચને રન આઉટ

સુરેશ રૈનાએ કર્યો ફિંચને રન આઉટ

ભારત માટે મોંઘો સાબિત થઇ રહેલા એરોન ફિંચને સુરેશ રૈનાએ 50 રનના વ્યક્તિગત સ્કોર પર રન આઉટ કર્યો હતો. ભારતને પહેલી સફળતા એરોન ફિંચના રૂપમાં મળી હતી.

હોજે આપી શાનદાર શરૂઆત

હોજે આપી શાનદાર શરૂઆત

ફિંચના સહયોગથી હોજે શાનદાર શરૂઆત કરી હતી. હોજે ફિંચ સાથે પહેલી વિકેટ માટે 74 રનની ભાગીદારી નોંધાવી હતી, જ્યારે બીજી વિકેટ માટે વોટ્સન સાથે 55 રનની ભાગીદારી નોંધાવી હતી.

English summary
2nd odi in Jaipur Australian inning in pic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X