Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મુંબઇ ટેસ્ટમાં ભારતનો શરમજનક પરાજય

મુંબઇ, 26 નવેમ્બરઃ મુંબઇ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ ધબડકો કરતા ઇંગ્લેન્ડ સામે માત્ર 57 રનનો લક્ષ્યાંક આવ્યો હતો. જે ઇંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વગર મેળવી લીધો છે. ઇંગ્લેન્ડ તરફથી મળેલી 86 રનની લીડનો પીછો કરતા ભારતની ટીમ 142 રનમાં જ ઓલઆઉટ થઇ જતા ઇંગ્લેન્ડ સામે માત્ર 57 રનનો લક્ષ્યાંક આવ્યો હતો. ભારત તરફથી બીજી ઇનિંગમાં માત્ર ગૌતમ ગંભીરે સર્વાધિક 65 રન બનાવ્યા હતા. જ્યારે અશ્વિનને બાદ કરતા એક પણ ખેલાડી ડબલના આંકને પાર કરી શક્યો ન હતો. ઇંગ્લેન્ડ તરફથી પાનેસર 6 અને સ્વાને 4 વિકેટ મેળવી હતી. કૂકે 18 અને કોમ્પટોને 30 રન ફટકારી વિજય મેળવ્યો હતો.

enlgand
આ પહેલા બેટિંગમાં પીટરસન(186) અને કૂકે(122)ની ઇનિંગ બાદ બોલિંગમાં પણ પાનેસર અને સ્વાને તરખાટ મચાવ્યો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 413 રન કરીને ભારત પર 86 રનની લીડ મેળવી હતી. જેનો પીછો કરતા ભારતના બેટ્સમેનો માત્ર 142 રનમાં પેવેલિયન ભેગા થઇ ગયા હતા. હાલ એકમાત્ર ગંભીરે 65 રન કર્યાં હતા, જ્યારે અશ્વિને 11 રન ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડના સ્પિન બોલર્સ પાનેસર અને સ્વાન સામે જાણે કે ધોનીના ધુંરધરો ઘુટણીએ પડી ગયા હોય તેમ એક પછી એક પેવલિયન ભેગા થઇ ગયા હતા.

સેહવાગ નવ રન પર પાનેસરની બોલિંગમાં સ્વાનના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. જ્યારે પૂજારા છ રન પર સ્વાનનો અને સચિન 8 રન પર પાનેસરનો શિકાર બન્યા હતા. કોહલી 7 રન અને યુવરાજ 8 રન પર આઉટ થયા છે. ધોની છ રન પર અશ્વિન 11 રન પર પાનેસરનો શિકાર બન્યો હતો. હરભજન છ રન, ઝહીર ખાન એક રન અને ગંભીર 65 રન પર આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી પાનેસરે છ અને સ્વાને ચાર વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 413/10, પીટરસન અને કૂકની સદી

ભારતે પ્રથમ ઇનિંગમાં કરેલા 327 રનનો પીછો કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડ તરફથી બેટિંગ માટે ઉતરેલા કૂક અને કોમ્પટને ઇંગ્લેન્ડેને સારી શરૂઆત આપી હતી. બન્ને ભારતીય બોલર્સને પરેશાન કરી રહ્યાં હતા. ત્યાં જ ઓઝાએ પુનઃ પોતાની લયમાં આવતા કોમ્પટનને 29 રના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન ભેગો કરી દીધો હતો. જ્યારે ટ્રોટને સેટ થવાનો મોકો પણ ઓઝાએ આપ્યો નહોતો. કૂક 122 રને તથા બેઇરસ્ટ્રો 9 રને ઓઝાની ઓવરમાં ધોનીના હાથે ઝલાઇ ગયો હતો. ઇંગ્લેન્ડની પાંચમી વિકેટ પટેલના રૂપમાં પડી હતી તે 26 રન પર ઓઝાની ઓવરમાં કહોલીના હાથે ઝલાઇ ગયો હતો જ્યારે છટ્ઠી વિકેટ પીટરસનના રૂપમાં પડી હતી. તેની વિકેટ પણ ઓઝાએ લીધી હતી. તે 186 રન પર કેચ આઉટ થયો હતો અને પ્રાયર 21 રન પર રનઆઉટ થયો હતો. બ્રોડ છ રન પર એડરસન 2 અને પાનેસર 1 રન પર આઉટ થયા હતા. આમ ઇંગ્લેન્ડની ટીમ 413 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

ભારતનાં પ્રથમ ઇનિગમાં 327, પૂજારાના 135 રન

મુંબઇ ખાતે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 327 રન બનાવ્યા છે. ભારત તરફથી ચેતેશ્વર પૂજારા અને આર અશ્વિને શાનદાર ઇનિંગ રમી છે. ચેતેશ્વર પૂજારાએ મુંબઇ ખાતેની ટેસ્ટમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખી ભારતની લાજ બચાવતા 135 રન બનાવ્યા છે. જ્યારે આર અશ્વિને તેને સારો એવો સહયોગ આપ્યો છે. બીજી તરફ ઇંગ્લેન્ડ તરફથી પાનેસરે પાંચ અને સ્વાને ચાર વિકેટ જ્યારે એન્ડરસને એક વિકેટ મેળવી હતી.

પહેલા દિવસના અંત સુધીમાં ભારતે છ વિકેટ ગુમાવીને 266 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી વીરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરની જોડી મેદાનમાં ઉતરી હતી. પ્રથમ ઓવરના બીજા બોલ પર જ આઉટ થયો હતો. જેમ્સ એન્ડરસને ગૌતમ ગંભીરને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. ગંભીરે 1 ચોગ્ગાની મદદથી 4 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર 12 બોલમાં 8 રન બનાવી પેવેલિયન ભેગો થઇ ગયો હતો. વિરોટ કોહલી 19 રન બનાવી આઉટ થઈ ગયો છે. યુવરાજ સિંહ શુન્ય પર અને ધોની 29 રન પર આઉટ થયો હતો.

બીજા દિવસની ઇનિંગની શરૂઆત કરવા માટે ચેતેશ્વર પૂજારા અને આર અશ્વિન ઉતર્યા હતા. જો કે અશ્વિન 68 રન બનાવી પાનેસરનો શિકાર બન્યો હતો. જયારે હરભજન સિંહ 21 રન બનાવી સ્વાનનો શિકાર બન્યો હતો. એક છોડો સાચવી રહેલો પૂજારા સ્વાનની ઓવરમાં પાયરના હાથે 135 રન પર આઉટ થયો હતો, પૂજારા આઉટ થયાને થોડીકવારમાં જ ઝહીર ખાન 11 રન બનાવી આઉટ થતાં ભારતની પ્રથમ ઇનિંગ 327 રન પર સિમિત રહી ગઇ હતી.

બીજા દિવસના અંતે ભારત 327/10 અને ઇંગ્લેન્ડ 178/2

મુબંઇ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટનો બીજો દિવસ સમાપ્ત થઇ ગયો છે. ઇંગ્લેન્ડ તરફથી કૂક અને પીટરસન શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. બીજા દિવસે ભારતની પ્રથમ ઇનિંગ 327 રન પર સમાપ્ત થયા બાદ ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવામાં માટે ઉતરી હતી. તેણે બીજા દિવસના અંત સુધીમાં બે વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા છે. જેમાં કૂક 87 અને પીટરસન 67 રન સાથે રમતમાં છે. ભારત તરફથી એકમાત્ર ઓઝા સફળ બોલર સાબિત થયો છે. તેણે કોમ્પટેન અને ટ્રોટની વિકેટ ઝડપી ભારતને બે સફળતા અપાવી છે.

ભારતે પ્રથમ ઇનિંગમાં કરેલા 327 રનનો પીછો કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડ તરફથી બેટિંગ માટે ઉતરેલા કૂક અને કોમ્પટને ઇંગ્લેન્ડેને સારી શરૂઆત આપી હતી. બન્ને ભારતીય બોલર્સને પરેશાન કરી રહ્યાં હતા. ત્યાં જ ઓઝાએ પુનઃ પોતાની લયમાં આવતા કોમ્પટનને 29 રના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન ભેગો કરી દીધો હતો. જ્યારે ટ્રોટને સેટ થવાનો મોકો પણ ઓઝાએ આપ્યો નહોતો. હાલ કૂક 87અને પીટરસન 67 રન સાથે રમતમાં છે.

પ્રથમ દિવસના અંતે ભારત 266/6

પહેલા દિવસના અંત સુધીમાં ભારતે છ વિકેટ ગુમાવીને 266 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી વીરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરની જોડી મેદાનમાં ઉતરી હતી. પ્રથમ ઓવરના બીજા બોલ પર જ આઉટ થયો હતો. જેમ્સ એન્ડરસને ગૌતમ ગંભીરને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. ગંભીરે 1 ચોગ્ગાની મદદથી 4 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર 12 બોલમાં 8 રન બનાવી પેવેલિયન ભેગો થઇ ગયો હતો. વિરોટ કોહલી 19 રન બનાવી આઉટ થઈ ગયો છે. યુવરાજ સિંહ શુન્ય પર અને ધોની 29 રન પર આઉટ થયો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X