For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલકતા ટેસ્ટઃ પ્રથમ દિવસનાં અંતે ભારત 273/7

By Super
|
Google Oneindia Gujarati News

કોલકતા, 5 ડિસેમ્બરઃભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કોલકતાના ઇડન ગાર્ડનમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. જેમાં પ્રથમ દિવસના અંતે ભારતે સાત વિકેટ ગુમાવીને 273 રન બનાવ્યા છે. સચિને 76 અને ગંભીરે 60 જ્યારે યુવરાજે 31 રન બનાવ્યા છે. જ્યારે ધોની 22 રન સાથે રમતમાં છે. ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસને ત્રણ, પાનેસરે બે અને સ્વાને એક વિકેટ મેળવી છે.

sachin_gambhir
ટોસ જીતીને બેટિંગ કરી રહેલા ભારતે સેહવાગ અને પૂજારાના રૂપમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. સેહવાગ 23 રનના વ્યક્તિગત સ્કોર પર રન આઉટ થયો હતો. જ્યારે પૂજારા 16 રનના વ્યક્તિગત સ્કોર પર પાનેસરની ઓવરમાં બોલ્ડ થયો હતો. લંચ બાદ ગંભીર 60 રન પર પાનેસરની ઓવરમાં ટ્રોટના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે કોહલી છ રન પર એન્ડરસનની ઓવરમાં સ્વાનના હાથે ઝલાઇ ગયો હતો.

યુવરાજ સિંહ 32 રન પર સ્વાનની ઓવરમાં આઉટ થયો હતો. સચિને પોતાનું ફોર્મ પાછું મેળવ્યું હોય તેમ કોલકતાના ઇડન ગાર્ડન ખાતે રમાઇ રહેલી ટેસ્ટમાં તેણે અડધી સદી ફટકારી હતી. જો કે, 76 રનના વ્યક્તિગત સ્કોર પર એન્ડરસનની ઓવરમાં કેચ આઉટ થયો હતો. જ્યારે અશ્વિન 21 રન પર એન્ડરસનનો શિકાર બન્યો હતો. દિવસના અંતે ધોની (22) અને ઝહીર ખાન રમતમાં છે.

નોંધનીય છે કે ભારતીય સુકાની મેહન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમમાં ધોનીએ હરભજન સિંહના સ્થાને ઇશાંત શર્માનો સમાવેશ કર્યો છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યા હતા. જોની બેસ્ટ્રો અને સ્ટૂઅર્ટ બ્રોડના સ્થાને ઇઆન બોલ અને સ્ટીવ ફિનને સ્થાન અપાયું છે.

કોલકતામાં રમાઇ રહેલી આ મેચને નિર્ધારિત સમય પહેલાં 30 મીનિટ વહેલી શરૂ કરવામાં આવી હતી. ચાર ટેસ્ટ મેચોની શ્રેણી હાલ 1-1ની બરોબરી પર છે. ઇંગ્લેન્ડની ટીમે મુંબઇમાં રમાયેલી મેચમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું તો ભારતે અમદાવાદ ખાતે રમાયેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને નવ વિકેટથી પરાજય આપ્યો હતો.

English summary
3rd Test between India v England playing at Kolkata India won the toss and chose to bat first.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X