ભારત વિરૂદ્ધ ટિપ્પણી માટે પાકિસ્તાન સામે લેવાઈ શકે છે એક્શન, થઈ શકે છે આ મોટી કાર્યવાહી
બકવાસ નિવેદનો માટે જાણીતા પાકિસ્તાનનું વર્લ્ડ કપમાં પ્રદર્શન સાધારણ રહ્યું હતું. આ જ કારણ છે કે તે લીગ રાઉન્ડમાં જ પાકિસ્તાન પરત ફર્યુ હતુ. નબળા પ્રદર્શન બાદ પાકિસ્તાન તરફથી ઘણા બકવાસ નિવેદનો સામે આવ્યા હતા.
વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યા બાદ દરેક મેચમાં હાર બાદ BCCI પર ષડયંત્રના આરોપો લગાવવામાં આવ્યા હતા અને પીચ વિશે ફરિયાદો કરી હતી.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પાકિસ્તાનમાં યોજાવાની છે. હવે આ અંગેના અહેવાલો સામે આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર પોતાની ટીમ પાકિસ્તાનમાં રમવા માટે નહીં મોકલે તો ટૂર્નામેન્ટ ત્યાં નહીં યોજાય, તેને UAE શિફ્ટ કરવામાં આવી શકે છે.
એશિયા કપમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. એશિયા કપ પાકિસ્તાનમાં રમાવાનો હતો પરંતુ ટીમ ઈન્ડિયા ત્યાં ન જતા હાઇબ્રિડ મોડલ અપનાવવામાં આવ્યું. ભારતની તમામ મેચો શ્રીલંકામાં રમાઈ હતી. પાકિસ્તાનમાં માત્ર 4 મેચ રમાઈ.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ડર છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની ગુમાવી શકે છે, જેના કારણે તેણે ICC સાથે વાતચીત શરૂ કરી છે. હજુ ઘણો સમય છે પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચિંતિત છે. ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરી-માર્ચ 2025માં રમાવાની છે.
જો ચેમ્પિયન્સ ટ્રોફીનું હાઇબ્રિડ મોડલ હેઠળ આયોજન કરવામાં આવે તો PCBની મુશ્કેલીઓ વધી જશે. યુએઈમાં પણ મેચ રમી શકાય છે. જો ભારતીય ટીમ ફાઈનલમાં જાય તો તે મેચ પણ UAEમાં જ રમાશે. હાલમાં PCBનું ધ્યાન તેના હોસ્ટિંગ અધિકારો બચાવવા પર છે.
જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં લાંબા સમયથી ICC ટૂર્નામેન્ટ થઈ યોજાઈ. 2011નો વર્લ્ડ કપ પણ ત્યાં યોજાયો ન હતો. તે ભારત અને બાંગ્લાદેશમાં યોજાયો હતી. હવે તક છે તે જવા દેવા માંગતા નથી. હાલ ભારતીય ટીમનું પાકિસ્તાન જવું નિશ્ચિત નથી.












Click it and Unblock the Notifications
