રોહિત શર્મા બાદ આ ખેલાડી સંભાળી શકે છે ટીમ ઈન્ડિયાની કમાન, આ ખેલાડી રેસમાં સૌથી આગળ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની ખરાબ હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશીપ પર ઘણા સવાલ ઉભા થયા છે. આ સિવાય રોહિત શર્માની ઉમર પણ થઈ રહી છે ત્યારે હવે ટીમને નવો કેપ્ટન મળી શકે છે. કેપ્ટન બનવાની રેસમાં ઘણા ખેલાડીઓ આગળ ચાલી રહ્યા છે.

ઋષભ પંતે
ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી ઋષભ પંત તેના શાનદાર પ્રદર્શન માટે જાણીતો છે. હાલ આરામ કરી રહેલા પંતે 33 ટેસ્ટ મેચમાં 2271 રન બનાવ્યા છે. આ સાથે તેને 5 સદી અને 11 અડધી સદી ફટકારી છે. પંત IPLમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે અને આગળ જતા ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બની શકે છે.
શુભમન ગીલ
આઈપીએલમાં સદીની હેટ્રીક મારીને છવાઈ ગયેલો શુભમન ગીલ ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે. ગીલ ટીમ ઈન્ડિયા માટે 16 ટેસ્ટ મેચ રમ્યો અને બે સદી અને ચાર અડધી સદી ફટકારી છે. શુભમન ગીલ પણ કેપ્ટનશિપની રેસમાં છે. જો કે હજુ તે એટલો અનુભવી નથી.
શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યર પણ હાલ ઈજાના કારણે ટીમમાંથી બહાર છે. તેણે અત્યાર સુધી 10 ટેસ્ટ મેચ રમી છે અને 666 રન બનાવ્યા છે. અય્યરે એક અને 5 અડધી સદી ફટકારી છે. તે ભારત માટે ટેસ્ટ કેપ્ટન તરીકે સારો વિકલ્પ બની શકે છે.
જસપ્રીત બુમરાહ
ભારતીય ટીમનો અનુભવી બોલર જસપ્રીત બુમરાહ કેપ્ટનશિપ માટે સારો વિકલ્પ બની શકે છે. તેણે 30 ટેસ્ટ મેચ રમીને 128 વિકેટ લીધી છે. બુમરાહ 29 વર્ષનો છે અને હજુ ઘણા વર્ષ રમી શકે છે.












Click it and Unblock the Notifications
