હવે સચિનના પત્નીને બનાવી દીધા 'મિસ્ટર' અંજલિ

કોલકતા, 6 નવેમ્બરઃ સચિન તેંડુલકરના નામનો ખોટો સ્પેલિંગ લખવાના કારણે મજાકનું પાત્ર બનેલા બંગાળ ક્રિકેટ સંઘ(કેબ)ને બુધવારે ફરીથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાવુ પડ્યું હતું. ઇલેક્ટ્રોનિક સ્કોરબોર્ડ પર આ દિગ્ગજ બેટ્સમેનના પત્નીનું ‘મિસ્ટર' અંજલિ લખીને સ્વાગત કરવામાં આવ્યું. કેબ તરફથી કરવામાં આવેલી બે દિવસમાં આ બીજી ભૂલ છે.

હાઇકોર્ટ છેડે સ્થિત મોટી સ્ક્રીન પર પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે લંચ દરમિયાન લખવામાં આવ્યું હતું કે, વેલકમ મિસ્ટર અંજલિ તેંડુલકર એન્ડ માસ્ટર અર્જુન તેંડુલકર. અંજલિ પોતાના પુત્ર અર્જુન સાથે લંચ સમયે પ્રેસિડેન્ટ બોક્સમાં પહોંચી હતી, પરંતુ મોટી સ્ક્રીન પર ખોટા સંદેશ આપવામાં આવ્યા. અમુક મિનિટ બાદ ભૂલમાં સુધારો કરવામાં આવ્યો, જો કે ત્યાં સુધી જે નુક્સાન થવાનું હતું તે થઇ ગયું હતું.

Anjali-Tendulkar
તેંડુલકરની 199મી ટેસ્ટ મેચ માટે અતિ ઉત્સાહ દર્શાવવા માટે આકરી ટીકાઓ સહી ચુકેલા કેબે મંગળવારે મોટા બિલ બોર્ડ પર સચિનના નામનો સ્પેલિંગ ( Sachine) ખોટો લખ્યો હતો. કેબે ત્યારે આ માટે ખાનગી એજન્સીને દોષી ઠેરવી હતી અને સાથે માફી પણ માંગી હતી.

કેબના સંયુક્ત સચિવ સુબીર ગાંગુલીએ કહ્યું કે, આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે કે પ્રત્યેક દિવસ કંઇકને કંઇક બની રહ્યું છે. અમે કંઇ નથી કરી શકતા કારણ કે તેની જવબદારી ખાનગી એજન્સી પાસે છે. જો કે, મેચ પૂર્ણ થયા બાદ અમે એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરીશું. જે કંઇ થયું તેના માટે અમે માફી માગીએ છીએ.

મંગળવારે ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આવતાની સાથે જ કેબની ભૂલ તરફ ઇશારો કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે, પહેલા મને એ જણાવો કે સચિનના નામનો સ્પેલિંગ ખોટો કોણે લખ્યો. આ ઘણી મોટી ભૂલ છે. કેપના કોષાધ્યક્ષ વિશ્વરુપ ડેએ આ વાતને મોટી બનાવવા બદલ ધોનીની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, ધોની અમને કહીં શકતા હતા, પરંતુ તેમણે તે ઉચિત ના સમજ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X