જીત્યા બાદ મેસ્સીએ ટેબલ પર ચઢી કર્યો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
લિયોનેલ મેસીનું સપનું આર્જેન્ટીના માટે વર્લ્ડ કપમાં ટાઈટલ જીતવાનું હતું અને તે પૂરું પણ થયું. રવિવારે ફ્રાન્સ સામે રમાયેલી ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવીને મેસ્સીનું સપનું પૂરું કર્યું. આ અનુભવી ખે
લિયોનેલ મેસીનું સપનું આર્જેન્ટીના માટે વર્લ્ડ કપમાં ટાઈટલ જીતવાનું હતું અને તે પૂરું પણ થયું. રવિવારે ફ્રાન્સ સામે રમાયેલી ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવીને મેસ્સીનું સપનું પૂરું કર્યું. આ અનુભવી ખેલાડીએ ફાઇનલ મેચમાં શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરતા 2 ગોલ કર્યા હતા. સામેથી લીડ કરીને મેસ્સીએ ટીમને જીત તરફ દોરી અને ટ્રોફી ઉપાડી હતી. આ પછી તે ખુશીથી ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

મેસ્સીએ ડાંસ દ્વારા જીતની ઉજવણી કરી
આર્જેન્ટિનાની જીત બાદ મેસ્સી સૌથી વધુ ખુશ દેખાઈ રહ્યો હતો. મેદાન પર સાથી ખેલાડીઓએ તેને ગળે લગાવ્યો અને ત્યાં ડાન્સ પણ થયો પણ ખરી મજા તો ટ્રોફી ઉપાડ્યા પછી જ આવી. મેસ્સી ડ્રેસિંગ રૂમમાં ટ્રોફી હાથમાં લઈને ડાન્સ કરી રહ્યો છે. આ દરમિયાન, તે ટેબલ પર ચઢી જાય છે. બાકીના ખેલાડીઓ પણ આમાં મેસ્સી સાથે દેખાય છે અને ખૂબ જ ઉજવણી થઈ રહી છે. આ વીડિયોમાં મેસ્સીની ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
|
શાંત દેખાઇ રહ્યો હતો મેસ્સી
મેચ દરમિયાન આર્જેન્ટિનાના કેપ્ટને પોતાની ભાવનાઓ પર કાબૂ રાખ્યો હતો. તે દબાણના સમયમાં પણ તે બતાવી રહ્યો ન હતો અને ફ્રાન્સને હરાવવાની યોજના વિશે વિચારી રહ્યો હતો. તેણે પોતે આર્જેન્ટિના માટે બે ગોલ કર્યા હતા. આ સિવાય મેસ્સીએ પેનલ્ટી શૂટઆઉટમાં પણ ગોલ કર્યો હતો. તે પોતાની ટીમને જીતવામાં મદદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હતો. આમ આર્જેન્ટિનાએ ફ્રાન્સને મુશ્કેલ મેચમાં હરાવ્યું હતું.

જીત બાદ મેસ્સીએ શું કહ્યું?
મેસ્સીએ જીત બાદ કહ્યું કે આર્જેન્ટીના માટે ફૂટબોલ વર્લ્ડ કપ જીતવાનું બાળપણથી જ મારું સપનું હતું. આજે તે પૂર્ણ થયું છે. ટુર્નામેન્ટ દરમિયાન હું જોઈ શકતો હતો કે ટ્રોફી નજીક આવી રહી હતી. મારે વધુ શું જોઈએ છે?












Click it and Unblock the Notifications
