હવે કપીલની ઓલ ટાઇમ ભારતીય ટેસ્ટ ટીમ, ગાંગુલી ભુલાયો

નવી દિલ્હી, 22 ઑગસ્ટઃ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની ભલે એવું કહીં રહ્યાં હોય કે, આ જન્મમાં તેઓ પોતાની ડ્રીમ ટીમ પસંદ નહીં કરી શકે, પરંતુ આવી ડ્રીમ ટીમ પસંદ કરનારાઓની પહેલી પસંદ મહેન્દ્ર સિંહ ધોની બની રહ્યાં છે. વિશ્વ વિજેતા સુકાની કપીલ દેવે થોડા સમય પહેલા પોતાની ઓલ ટાઇમ ઇન્ડિયન વનડે ટીમની ઘોષણા કરી હતી, જેમાં તેમણે ધોનીને સુકાની તરીકે પસંદ કર્યો હતો, હવે તેમણે પોતાની ઓલ ટાઇમ ઇન્ડિયન ટેસ્ટ ટીમની પસંદગી કરી છે અને તેમાં પણ ધોનીને સુકાની તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જો કે, આ સાથે એક આંચકો પણ કપીલ દેવે આપ્યો છે. જ્યાં પોતની વનડે ટીમમાં તેમણે ટીમ ઇન્ડિયાના પૂર્વ સફળ સુકાની સૌરવ ગાંગુલીનો સમાવેશ કર્યો હતો પરંતુ ટેસ્ટ ટીમની ઘોષણા કરતી વેળા કપીલ દેવે ગાંગુલીને પોતાની ટીમમાં સ્થાન આપ્યું નથી.

કપીલ દેવ દ્વારા જારી કરવામાં આવેલી પોતાની ડ્રીમ ઓલ ટાઇમ ઇન્ડિયન ટેસ્ટ ટીમ પર એક નજર ફેરવીએ તો, સુનીલ ગાવસ્કર, વિરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ, વીનુ માંકડ, મહેન્દ્ર સિંહ ધોની(સુકાની), કપીલ દેવ, અનિલ કુંબલે, ઝહીર ખાન અને જગવલ શ્રીનાથ.

પ્લેઇંગ ઇલેવનમાં ગાંગુલી નહીં

પ્લેઇંગ ઇલેવનમાં ગાંગુલી નહીં

ઓલ ટાઇમ ભારતીય ટીમમાં ઓપનિંગની જવાબદારી મહાન ઓપનર સુનિલ ગાવસ્કર અને બે ત્રેવડી ફટકારનારા વિરેન્દ્ર સેહવાગને સોંપવામાં આવી છે. ગાવસ્કરના ખાતામાં 125 ટેસ્ટમાં 10122 રન અને સહેવાગના ખાતામાં 104 ટેસ્ટમાં 8586 રન છે. જો કે, મહત્વની વાત એ છે કે સચિન સાથે શાનદાર ભાગીદારી નોંધાવનારા સૌરવ ગાંગુલીને પ્લેઇંગ ઇલેવનમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી.

ત્રિદેવ સંભાળશે મધ્યક્રમ

ત્રિદેવ સંભાળશે મધ્યક્રમ

ત્રીજા નંબર પર ભારતીય ક્રિકેટની દિવાલ રાહુલ દ્રવિડ ઉતરશે જેમણે 164 ટેસ્ટમાં 13288 રન બનાવ્યા છે. ચોથું સ્થાન વિશ્વ રેકોર્ડધારી સચિન તેંડુલકરના નામે સુરક્ષિત છે. માસ્ટર બ્લાસ્ટર સચિને 198 ટેસ્ટમાં 51 સદી સાથે 15837 રન બનાવ્યા છે. પાંચમા ક્રમે વીવીએસ લક્ષ્મણ આવશે, જેમણે કોલતાના ઇડન ગાર્ડનમાં ઓસ્ટ્રેલિયાની અજય ટીમ વિરુદ્ધ 281 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. લક્ષ્મણના નામે 134 ટેસ્ટમાં 8781 રન બોલે છે.

 માંકડ છઠ્ઠા સ્થાને

માંકડ છઠ્ઠા સ્થાને

મહાન ઓલરાઉન્ડર વીનુ માંકડ છઠ્ઠા સ્થાને આવે છે. માંકડે 44 ટેસ્ટમાં 2109 રન બનાવી છે ઉપરાંત 162 વિકેટ લીધી છે. બારતના સૌથી સફળ સુકાની ધોની સાતમાં ક્રમાંકે આવે છે. ધોનીએ 77 ટેસ્ટમાં 4209 રન બનાવ્યા છે અને વિકેટ પાછળ 248 શિકાર કર્યા છે.

ઝહીર, કપીલના હાથમાં બોલિંગની બાગડોર

ઝહીર, કપીલના હાથમાં બોલિંગની બાગડોર

દેશના સૌથી મોટા ઓલરાઉન્ડર કપીલ દેવ ઝડપી બોલિંગની જવાબદારી જગવલ શ્રીનાથ અને ઝહીર ખાન સાથે સંભાળશે. કપીલે 131 ટેસ્ટમાં 5248 રન બનાવવા ઉપરાંત 434 વિકેટ લીધી છે, જ્યારે ઝહીરે 88 ટેસ્ટમાં 295 રન અને શ્રીનાથે 67 ટેસ્ટમાં 236 વિકેટ ઝડપી છે.

સ્પિન બોલિંગની જવાબદારી કુંબલેના શીરે

સ્પિન બોલિંગની જવાબદારી કુંબલેના શીરે

ટીમમાં લેફ્ટ આર્મ સ્પિનર વિનુ માંકડ સાથે બીજા સ્પિનરની જવાબદારી મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેના શીરે છે. જેમણે 131 ટેસ્ટમાં 619 વિકેટ લીધી છે અને આ સાથે જ તેઓ સૌથી વધુ વિકેટ લેનારા ત્રીજા બોલર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X