દિલ્હી પોલીસને બીજો ઝટકો, અંકિત ચૌહાણને પણ મળ્યા જામીન

દિલ્હીની સાકેત કોર્ટમાં અંકિત ચૌહાણે લગ્ન કરવા માટે જામીન અરજી આપી હતી. કોર્ટે અંકિત ચૌહાણને જામીન આપતા જણાવ્યું કે અંકિતને 6 જૂનના રોજ સરેન્ડર કરવું પડશે. અંકિતને એક લાખના દંડ પર જામીન મળ્યા છે.
આ પહેલા આજે જ દિલ્હી પોલીસને કોર્ટથી પહેલો ઝટકો ત્યારે લાગ્યો હતો જ્યારે તેણે અભિષેકને ગઇકાલે જ ધરપકડ કર્યો હતો અને રૂપિયા મેળવવા માટે તેને મુંબઇ લઇ ગઇ હતી. અત્રે પોલીસે તેના બતાવેલ સ્થળેથી 5 લાખ રૂપિયા મેળવ્યા હતા.
સ્પોટ ફિંક્સિંગ મામલામાં પૂરાવા હટાવવાના આરોપમાં ગઇકાલે ધરપકડ કરવામાં આવેલ ક્રિકેટર શાંતકુમારન શ્રીશાંતના દોસ્ત અભિષેક શુક્લાને આજે દિલ્હીની સાકેત કોર્ટે 25000 હજાર રૂપિયાના દંડ પર જામીન આપી દીધા. અભિષેકને ગઇકાલે દિલ્હી પોલીસે પૂરાવા દૂર કરવાના આરોપમાં પકડી પાડ્યો હતો.












Click it and Unblock the Notifications
