Asian Games 2023 : તીરંદાજીની મહિલા કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ભારતે જીત્યો ગોલ્ડ, રચ્યો ઇતિહાસ
Asian Games 2023: એશિયન ગેમ્સના 12મા દિવસે, ભારતે ગોલ્ડ મેડલ જીતીને દિવસની શાનદાર શરૂઆત કરી છે. તીરંદાજીની મહિલા કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ભારતે ચાઈનીઝ તાઈપેઈને 230-228થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ભારત તરફથી જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પ્રનીત કૌરની ત્રિપુટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ મેડલ સાથે ભારત પાસે એશિયન ગેમ્સમાં 19 ગોલ્ડ સહિત કુલ 82 મેડલ છે. આ ઈવેન્ટમાં ચાઈનીઝ તાઈપેઈ સિલ્વર અને રિપબ્લિક ઓફ કોરિયા બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.

તીરંદાજીમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ અગાઉ બુધવારના રોજ જ્યોતિ વેન્નમ અને ઓજસ દેવતાલેની ભારતની જોડીએ તીરંદાજીની સંયોજન મિશ્ર સ્પર્ધામાં રિપબ્લિક ઓફ કોરિયા સામે 159 રન બનાવીને ભારતને આ ઈવેન્ટમાં પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો.












Click it and Unblock the Notifications
