For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેલબર્ન ટેસ્ટ ડ્રો, સીરિઝમાં ભારતની હાર

|
Google Oneindia Gujarati News

મેલબર્ન, 30 ડિસેમ્બર: મેલબર્ન ક્રિકેટ મેદાન પર રમાયેલી ઓસ્ટ્રેલિયાની સાથે ત્રીજી ટેસ્ટમેચ ભારત ડ્રો કરાવવામાં સફળ રહ્યું. મેચના પાંચમાં દિવસે ભારતીય ક્રિકેટ ટીમ 384 રનોના લક્ષ્યનો પીછો કરતા શરૂઆતી ખેલમાં જ હચમચી ગઇ. 66 ઓવર રમીને ભારતીય ટીમ 6 વિકેટ ગુમાવીને માત્ર 174 રન જ બનાવી શકી. આની સાથે જ ઓસ્ટ્રેલિયાએ ચાર મેચોની શ્રેણીમાં 2-0થી નિર્ણાયક બઢતની સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ફરીથી પોતાના નામે કરી લીધી છે.

ભારત તરફથી બીજી પારીમાં વિરાટ કોહલીએ 54 અને રહાણેએ ખૂબ જ મહત્વ 48 રનોનું જ યોગદાન આપ્યું. આની પહેલા જ ટી ટાઇમ સુધી ભારતે ત્રણ વિકેટ માત્ર 104 રનોમાં જ ગુમાવી દીધી. ભારત લક્ષ્યથી ત્યારે 280 રન દૂર હતું. ભારતે ત્રણ વિકેટ શિખર ધવન શૂન્ય, લોકેશ રાહુલ 1 અને મુરલી વિજય 11 રનમાં પેવેલિયન ભેગા થયા. ભારત લક્ષ્યથી ત્યારે 280 રન દુર હતું. જોકે બાદમાં વિરાટ કોહલીની અર્ધસદીના કારણે ભારત કંઇક સારી સ્થિતિમાં પહોંચી શક્યું. ભારત મુશ્કેલીથી મેચ ડ્રો કરાવી શક્યું.

test
ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી પારી 9 વિકેટ પર 318 રન પર જાહેર કરતા ભારતની સામે 384 રનોનો લક્ષ્ય રાખ્યો. ઓસ્ટ્રેલિયાઇ પારીની જાહેરાતની સાથે જ લંચની જાહેરાત થઇ. ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી પારીમાં 530 રન બનાવ્યા હતા. ભારતે જવાબમાં પોતાની પહેલી પારીમાં 465 રન બનાવ્યા હતા. આ પ્રકારે પહેલી પારીના આધાર પર યજમાન ટીમને 65 રનોની બઢત મળી હતી.

ચોથા દિવસની રમત પૂરી થવા સુધી યજમાન ટીમે સાત વિકેટ પર 261 રન બનાવ્યા હતા. શોન માર્શ 62 અને રયાન હેરિસ આઠ રનો પર અણનમ રહ્યા હતા. હૈરિસ 21એ માર્શની સાથે 69 રનોની ભાગીદારી કરી, જે આ પારીમાં યજમાન ટીમ માટે સૌથી મોટી ભાગીદારી સાબિત થઇ. હૈરિસની વિકેટ 303 રનોના કુલ યોગ પર પડી. તેમણે 68 દળાનો સામનો કર્યો. ત્યારબાદ સૌનું ધ્યાન માર્શની સદી તરફ ખેંચાઇ ગયું. 99ના યોગ પર માર્શને કોહલીએ સીધા થ્રો પર આઉટ કરી દીધો. માર્શની વિકેટ 317 રનના કુલ રન પર પડી. માર્શે 215 દળાનો સામનો કરીને 11 ચોગ્ગા અને છગ્ગા લગાવ્યા. નાથન લોયન એક તથા જોસ હાજેલવુડ ખાતુ ખોલ્યા વગર અણનમ રહ્યા. ચોથા દિવસે લંચ બાદ વરસાદના કારણે લગભગ દોઢ કલાક સુધી રમતમાં વિક્ષેપ આવ્યો હતો.

English summary
Australia clinch Border-Gavaskar Trophy as India draw third Test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X