For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેમ્પિયન્સ ટ્રોફી: ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડની મેચ વરસાદમાં ધોવાઇ

|
Google Oneindia Gujarati News

બર્મિંઘમ, 13 જૂન : ઓસ્ટ્રેલિયા તરફથી કેટલીક દમદાર પારીઓ અને ન્યૂઝીલેન્ડની શાનદાર બોલિંગથી રોમાંચક મોડમાં આવી પહોંચેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ બુધવારે વરસાદના કારણે રક કરવી પડી હતી. વરસાદમાં ધોવાયેલી આ મેચ બાદ બંને ટીમોને એક-એક પોઇન્ટ આપી દેવામાં આવ્યો છે.

કપ્તાન જોર્જ બેલી 55 અને એડમ વોગેસ 71 એ અર્ધ સદી ફટકારીને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલ ઓસ્ટ્રેલિયાને બે વિકેટ પર દસ રનની ખરાબ શરૂઆતથી બહાર લાવ્યા. છેલ્લી ક્ષણોમાં ગ્લેન મેક્સવેલે 22 બોલ પર અણનમ 29 રન બનાવ્યા જેનાથી ઓસ્ટ્રેલિયા મિશેલ મેકલેનગનના ઝટકા છતાં 8 વિકેટ પર 243 રનનો પડકારરૂપ સ્કોર બનાવી દીધો.

champions trophy
ન્યૂઝીલેન્ડે આના જવાબમાં જ્યારે 15 ઓવરમાં બે વિકેટ પર 51 રન બનાવ્યા હતા ત્યારે જ જોરદાર વરસાદ આવી ગયો. આના કારણે આગળની રમત ના થઇ રમાઇ શકી અને અમ્પાયર કુમાર ધર્મસેના અને નિજેલ લાંગે 6 વાગ્યાને 25 મિનિટે (ભારતીય સમયાનુસાર 10 વાગ્યાને 55 મિનિટ) મેચ રદ કરવાની જાહેરાત કરી દીધી. જેના કારણે ગ્રૂપ એની સ્થિતિ ઘણી રોમાંચક બની ગઇ.

મેચ વરસાદમાં ધોવાયા બાદ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંનેને એક-એક પોઇન્ટ મળ્યો. ન્યૂઝીલેન્ડે પોતાની પહેલી મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું અને તે બે મેચમાં ત્રણ પોઇન્ટ લઇને ગ્રૂપ એમાં શ્રેષ્ટ પર છે. ઓસ્ટ્રેલિયા પહેલી મેચમાં ઇંગ્લેન્ડથી હારી ગયું હતું, અને તેણે મેચ રદ થવાથી પોતાનું ખાતું ખોલ્યું.

English summary
Champions Trophy: Australia v New Zealand abandoned after rain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X