For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોહાલી ટેસ્ટ: ભારતીય બોલરો સામે કાંગારુ પરાસ્ત, 273/7

|
Google Oneindia Gujarati News

warnar
મોહાલી, 15 માર્ચ:ભારતી બોલરો સામે કાંગારુ ટીમ બીજા દિવસે પરાસ્ત થઇ ગઇ હતી, ઓસ્ટ્રેલિયાએ દિવસના અંગે માત્ર 273 રન બનાવી 7 વિકેટ ગુમાવી દીધી છે. રવિન્દ્ર જાડેજાએ શાનદાર ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઇશાંત શર્માએ બે વિકેટ લીધી હતી. તેમજ ઓઝા અને અશ્વિનના ભાગે એક-એક વિકેટ આવી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારુ ટીમને જાડેજાએ શરૂઆતી બે ઝટકા આપ્યા હતા. 139ના સ્કોર પર ઓસ્ટ્રેલિયાને રવિન્દ્રસિંહ જાડેજાએ પ્રથમ ઝટકો આપ્યો. જાડેજાએ વોર્નરને 71 રન પર ધોનીના હાથે કેચ કરાવી દીધો. ત્યારબાદ જાડેજાએ જ માઇકલ ક્લાર્કને શૂન્ય રને આઉટ કર્યો, ધોનીએ તેને સ્ટમ્પિંગ કરી પેવેલિયનભેગો કરી દીધો.

ત્યારબાદ કાંગારૂ ટીમને ત્રીજો ઝટકો ફિલીપ્સ હગ્સના રૂપે લાગ્યો. પ્રજ્ઞાન ઓઝાની ઓવરમાં ધોનીએ કેચ પકડી ફિલીપ્સને પેવેલિયનભેગો કરી દીધો હતો. હાલમાં ઓસ્ટ્રેલિયા 3 વિકેટના નુકસાને 175 રન પર રમી રહ્યું છે.

ભારતની સામે ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં આજે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી કોવન અને વોર્નર ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ લંચબ્રેક સુધી એક પણ વિકેટ ગુમાવ્યા વગર 109 રન બનાવી લીધા હતા.

આ પહેલા ગઇકાલે ત્રીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદને ભેંટ ચડી ગયા હતો, જોકે ઓસ્ટ્રેલિયા માટે પોતાના ચાર ખેલાડીઓની ગેરહાજરીમાં ચાર દિવસની રમત થોડી ફાયદાકારક રહેશે એવું વિશ્લેષકોનું માનવું છે.

ઓસ્ટ્રેલિયાની ટીમમાં બ્રાડ હાડિન, મિશેલ ક્ટાર્ક, સ્ટીવન સ્મિથ અને નાથન લિયોનને ઘાયલ મેથ્યુ વેડ, બહાર કરાયેલા જેમ્સ પેન્ટિસન, શેન વોટસન અને ગ્લેન મેક્સવેલના બદલે ટીમમાં સામેલકરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભારતીય ટીમમાં વિરેન્દ્ર સહેવાગ અને હરભજનસિંહના સ્થાને શિખર ધવન અને પ્રજ્ઞાન ઓઝાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

English summary
Mohali test: australia vs india third test match, Australia won the toss and elected to bat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X