ઓસ્ટ્રેલિયન ઓપન: સાનિયા-બ્રાયનનો વિજય, ભૂપતિ-નેસ્ટરની હાર

સાનિયા અને બ્રાયને સોમવારે રમાયેલા બીજા રાઉન્ડમાં અમેરિકાની અબિગેલ સ્પીયર્સ અને સ્કોટ લિપસ્કીની જોડીને 4-6, 6-1, 10-4થી માત આપી. આ ત્રીજા ક્રમની જોડી હવે પછીના મુકાબલામાં લૂસી હર્રાડેકા અને ફ્રાંટિસ્ક સેરમાકની જોડી સાથે ટકરાશે.
ભૂપતિ અને નેસ્ટરને ત્રીજા રાઉન્ડના મુકાબલામાં ઇટલીના સાઇમન બોલેલી અને ફેબિયો ફોગનીનીના હાથે 3-6, 6-4, 3-6થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભૂપતિ-નેસ્ટરને આ ટૂર્નામેન્ટમાં પાંચમો ક્રમ મળ્યો હતો.












Click it and Unblock the Notifications
