કાંગારુઓને સ્પિન રમતા નથી આવડતું: ગાંગુલી

નોંધનીય છે કે ત્રીજી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવીને શ્રેણી 3-0થી કબજે કરી લીધી છે. ગાંગુલીએ કહ્યું કે તે ઓસ્ટ્રેલિયા ટીમની રેટિંગ નથી કરી રહ્યાં પરંતુ 1996થી અત્યારસુધીમાં આ ઓસ્ટ્રેલિયાની સૌથી ખરાબ ટીમ છે જેણે ભારતનો પ્રવાસ કર્યો છે.
ગાંગુલીએ ઓસ્ટ્રેલિયાની અનુશાસનહીનતાને તેના માટે જવાબદાર નથી ઠેરવી. તેમનું કહેવું હતું કે મેદાન પર તમે ગમે તેટલા અનુશાસિત હોવ રમતની કળા આવડવી જોઇએ ત્યારે જ અનુશાસનનો મતલબ રહે છે. મે પૂર્વ કોચ જોન બુકનાનનું નિવેદન વાંચ્યુ. તેમણે 4 ખેલાડીઓને બહાર કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યું હતું. તેના પર મન વિશ્વાસ ના થયો. ગાંગુલીએ એમ પણ કહ્યું કે જો ટીમ ઇન્ડિયા પહેલા બેટિંગ કરે છે તો ત્રણ દિવસમાં જ મેચનું પરિણામ આવી શકે છે.












Click it and Unblock the Notifications
